દાહોદ,છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર જીલ્લાના કલોલ, પેથાપુર તેમજ માણસા પોલીસે સ્ટેશન વિસ્તારનો ઘરફોડ ચોરીના કુલ 13 ગુન્હામાં નાસતા ફરતા ઈસમને દાહોદ એલસીબી પોલીસે દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા બજાર માંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર જીલ્લાના કલોલ, પેથાપુર તેમજ માણસા પોલીસે સ્ટેશન વિસ્તારનો ઘરફોડ ચોરીના કુલ 13 ગુન્હામાં નાસતો ફરતો વિપુલ ઉર્ફે બોડો રામસીંગભાઈ ભાભોર (રહે. વડવા,નિશાળ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ)નો ગરબાડાના જેસાવાડા બજારમાં આવ્યો હોવાનું પોલીસને બાતમી મળતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી જેસાવાડા બજારમાં વોચ ગોઠવી હતી. ત્યારે ઉપરોક્ત ઈસમ જોવાતાની સાથેજ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત ઈસમને ગાંધીનગર જીલ્લા કલોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.