દાહોદ એલ.સી.બી.પોલીસે ધરફોડ ચોરીના આરોપીને ઝડપ્યો

દાહોદ,

દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ શહેરમાંથી એક આંતરરાજ્ય ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ રીઢા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

મહેસાણા જિલ્લાના મહેસાણા, નંદાસણ જિલ્લામાં ચોરીઓને અંજામ આપી નાસતો ફરતો આરોપી ગોરાભાઈ મેસાભાઈ મેડા (રહે. ગુલબાર, તા.ગરબાડા, જિ.દાહોદ) નો દાહોદ શહેરમાં આવેલ ઈન્દૌર હાઈવે રોડ ઉપર ટ્રેક્ટર રીપેરીંગ કરવા આવ્યો હોવાની બાતમી દાહોદ એલ.સી.બી. પોલીસને મળતાં દાહોદ એલ.સી.બી. પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ઉભાં હતા. તે સમયે ઉપરોક્ત આરોપી ત્યાં નજરે પડતાં પોલીસે તેને દબોચી લીધો હતો. દાહોદ એલ.સી.બી. પોલીસે તેને પોલીસ મથકે લાવી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.