દાહોદ એલ.સી.બી.પોલીસે એક દિવસમાં ધાડલુંટના 9 આરોપીઅને ઝડપ્યા

દાહોદ, છેલ્લા 21 વર્ષથી દાહોદ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાના ધાડ મળી કુલ છ ગુનાઓમાં નાસ્તા ફરતા મહીસાગર જિલ્લામાં ઇનામી મધ્યપ્રદેશના આરોપીને તથા ચાર વર્ષથી વડોદરા ગ્રામ ચોરીના ઇનામી મધ્યપ્રદેશના આરોપીને તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા અન્ય સાત આરોપીઓ મળી કુલ 9 આરોપીઓને એક જ દિવસમાં દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ જુગારની પ્રવૃત્તિઓ નાસ્તા ફરતા આરોપીઓ તેમજ અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લાની પોલીસને સુચના તેમજ માર્ગદર્શન આપતા દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરીમાં લાગી હતી. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાદમીના આધારે વિવિધ ગુન્હાઓમાં કુલ નવ આરોપીઓ નાસ્તા ફરતા હોવાની માહિતી મળતા દાહોદ એલસીબી પોલીસ સ્ટેશન મોડમાં આવી હતી અને જેમાં છેલ્લા 21 વર્ષથી દાહોદ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાના ધાડ મળી કુલ છ ગુનાઓમાં નાસ્તા ફરતા મહીસાગર જિલ્લામાં ઇનામી મધ્યપ્રદેશના આરોપીને તથા ચાર વર્ષથી વડોદરા ગ્રામ ચોરીના ઇનામી મધ્યપ્રદેશના આરોપીને તેમજ જિલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા અન્ય સાત આરોપીઓ મળી કુલ 9 આરોપીઓને એક જ દિવસમાં દાહોદ એલસીબી પોલીસે ઝડપી ઝડપી પાડ્યા હતા જેમાં આરોપીઓ મોહનભાઈ કાળીયા ભાઈ ચારેલ, દિનેશભાઈ શેટીયાભાઈ માવી, અપસિંગભાઈ મલાભાઇ પલાસ, શંકેશભાઈ રસુલભાઈ ભાભોર, સરદારભાઈ મનજીભાઈ ભાભોર, હિતેશભાઈ કાજુભાઈ ભાભોર, સલમાનખાન અફઝલખાન પઠાણ, ફારૂકભાઇ અહેમદખાન પઠાણ અને સુરેશભાઈ ભારતસિંહ ઠાકોર નાઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉપરોક્ત તમામ આરોપીઓ વિરૂદ્ધ વિવિધ ગુન્હાઓમાં વિવિધ પોલીસ મથકો જેવા કે દાહોદ, મહીસાગર, વડોદરા ગ્રામ્ય, તાપી, અમદાવાદ રૂરલ, સુરત ગ્રામ્ય, કચ્છ ગાંધીધામ, મહેસાણા વિગેરે પોલીસ મથકોએ ગુન્હાઓ નોંધાયેલ હતા. સાથે આજ રોજ પંચમહાલ રેન્જ આઇજી ની ઓપચારીક મુલાકાત લીધી હતી. જેમાં તેમનું ગાડ ઓફ ઓનર આપી સન્માન કરાયું હતું.