દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ મળી કુલ ચાર (04) ઘરફોડ ચોરીના અનડિટેકટ ગુન્હાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેકટ કરી રોકડ રૂપિયા કિ.રૂ.4,000/- રિકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી તેમજ છેલ્લા બે વર્ષથી અમદાવાદ તેમજ ગાંધીનગર જીલ્લાના ઘરફોડ ચોરીના ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપી મળી કુલ 05 આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા નાઓએ જીલ્લામા લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ જીલ્લા એલ.સી.બી.ની ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફની જુદી-જુદી ટીમો મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલ્કત સબંધી ગુન્હાઓમા અગાઉ સંડોવાયેલ આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી.
દરમ્યાન એલ.સી.બી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી નાઓની સુચના મુજબ ગઇકાલ પો.સ.ઈ. ડી.આર.બારૈયા તથા એલ.સી.બી.ની ટીમ ઝાલોદ ડિવીજન વિસ્તારમા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની વોચમા નિકળેલ દરમ્યાન એલ.સી.બી.ટીમને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી આનંદભાઈ મલજીભાઈ પારગી રહે.ઘુઘસ ખુટા ફળીયું તા.ફતેપુરા જી.દાહોદ નાઓ તેના સાગરીત સાથે પાવડી ગામના બસ સ્ટેશનમાં બેસેલ છે.
જે હકિકત આધારે પાવડી ગામે બસ સ્ટેશનમાં ટોર્ચ બેટરીના અજવાળે તપાસ કરતા બે ઇસમો બેસેલ જણાયેલ જેઓને ઝડપી પાડી મોબાઇલ ફોનમા વિડીયોગ્રાફી ચાલુ કરી પ્રથમ ઇસમનું નામઠામ પંચોની હાજરીમાં પૂછતા તેણે પોતે પોતાનું નામ આનંદભાઈ સન/ઓફ મલજીભાઈ સવજીભાઈ જાતે.પારગી ઉવ.24 ધંધો મજુરી રહે. ઘુઘસ, ખુટા ફળીયું તા.ફતેપુરા જી.દાહોદનો હોવાનું જણાવેલ જેની અંગ ઝડતી કરતા ભારતીય રીઝર્વ બેન્કની ચલણી નોટો મળી આવેલ જેમા 500 ના દરની નોટ નંગ-3 તથા 100 ના દરની નોટ નંગ-7 તથા 50 ના દરની નોટ નંગ-02 મળી કુલ નોટો નંગ-12 રૂ.2300/- તેમજ બીજા ઇસમનું નામઠામ પૂછતા તેણે પોતે પોતાનું નામ પ્રદિપભાઇ ઉર્ફે પદો સન/ઓફ ચીમનભાઈ ઉર્ફે સેમનભાઈ જાતે.પારગી ઉવ.27 ધંધો.મજુરી રહે.ઘુઘસ, નળવા ફળીયું તા.ફતેપુરા જી.દાહોદનો હોવાનું જણાવેલ. જેની અંગ ઝડતી કરતા ભારતીય રીઝર્વ બેન્કની ચલણી નોટો મળી આવેલ જેમા 500 ના દરની નોટ નંગ-3 તથા 100 ના દરની નોટ નંગ-2 મળી કુલ નોટોનંગ- 5 રૂ.1700/- મળી આવેલ.
જે બન્ને ઇસમોને તેઓની હાજરી બાબતે પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક હકિકત જણાવેલ નહી જેથી સદરી ઇસમોને એલ.સી.બી.કચેરી દાહોદ ખાતે લાવેલ. જે પકડાયેલ બન્ને ઇસમોને વિશ્ર્વાસમા લઈ ઘનિષ્ટ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગરીત સાથે મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામા જુદા-જુદા સમયે નીચે મુજબની જગ્યાએ ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત.જેઓની કબુલાત આધારે ખાત્રી તપાસ કરતા નીચે મુજબના ઘરફોડ ચોરીના અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ થતા કાયદેસરની કાર્યવાહી કરી લીમડી પો.સ્ટે.સોંપવા તજવીજ હાથ ધરી છે.