દાહોદ,દાહોદ એલ.સી.બી. પોલીસે ચોરીના આઠ મોબાઈલ ફોન સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ રૂા. 95,996નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ વધતાં એક્શનમાં આવેલ પોલીસે મોબાઈલ ચોર ટોળકીને ઝડપી પાડવાની કામગીરી કરતાં બે ચોરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ બનતાં જેતે મોબાઈલ માલીકો દ્વારા જેતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે આ મામલે ગંભીરતાં દાખવી દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે લીમખેડામાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે પોલીસે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી અગાઉ ચોરીમાં ગયેલ મોબાઈલ ઉપયોગ કરનાર ઈસમોને વિશ્ર્વાસમાં લઈ પોલીસે એલ.સી.બી. પોલીસ મથકે બોલાવ્યાં હતા. તેઓએ આવી મોબાઈલ ફોન નંગ. 03 રજુ કરી તેમના મિત્ર સાખેજ ગામે મયુર ક્લીનીક દવાખાનામાં કંમ્પાઉન્ડર તરીકે કામ કરતાં યોગેશભાઈ જયંતિભાઈ ચાવડાની પાસેથી ખરીદી કરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્યાર બાદ મોબાઈલ ફોન વેચનારને મોબાઈલ ફોન ઉપયોગ કરનાર ઈસમોને મારફતે યુક્તિ પુર્વક બીજી મોબાઈલો ખરીદી કરવાની લાલચ આપી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે બોલાવવામાં આવ્યાં હતાં. મોબાઈલ ફોન વેચનાર તેની સાથે અન્ય એક ઈસમને લઈ આવતાં તેઓ બંન્નેને મોબાઈલ ફોન ઉપયોગ કરનાર ઈસમોને દુરથી ઓળખી બતાવતાં સ્ટાફના માણસોએ કોર્ડન કરી બંન્નેને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બંન્ને ઝડપાયેલ ઈસમોને પોલીસ મથકે લાવ્યાં હતાં અને જ્યાં તેઓની પુછપરછ કરતાં પકડાયેલ ઈસમ જીતેન્દ્રકુમાર વિક્રમભાઈ ચૌહાણ (ઠાકોર)એ જણાવેલ કે પોતે (ઈકોમ કુરીયર) ગાડીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય તેને પોતાની સાથે કામ કરતાં સહકર્મચારી ફુલચંદભાઈ તળપદા (રહે. કઠવાડા, તા.જી.ખેડા) જે કુરીયર ગાડીનો પીકઅપ બોય સાથે મળી કુરીયર ગાડીમાં કુલ 06 મોબાઈલ ફોન. એક મીક્ષર મશીન કાઢી લઈ જેમાંથી 05 મોબાઈલ ફોન યોગેશને વેચાણ કરવા સારૂં આપતાં જેમાં હિતેષભાઈ સામંતસિંહ દરબાર, શંભુભાઈ આતાભાઈ રાઠોડ અને જીજ્ઞેશભાઈ કનુભાઈ પંચાલનાઓને વેચાણ કર્યા હતાં. આમ, પોલીસે બંન્ને ઈસમોને ઝડપી પાડી તેના અન્ય સાગરીનો વિરૂધ્ધ પણ ગુનો નોંધી અન્ય સાગરીતોના ધરપકડના ચક્રોગતિમાન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.