દાહોદ એલ.સી.બી. પોલીસે આઠ વર્ષે લુંટના ગુન્હાના આરોપીને ઝડપી 33,990/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ, છેલ્લા આઠ વર્ષથી દાહોદ જીલ્લા તથા જીલ્લા બહારના લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના દશ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી કુલ આઠ ગુન્હાઓને અનડીટેક્ટ કરી આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.33,990નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાની પોલીસને આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસ આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરીનો આરોપી બેઠો હોવાની માહિતી મળતાં દાહોદ એલ.સી.બી. પોલીસે વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડી પોલીસ મથકે લાવી આરોપીની સઘન પુછપરછ કરતાં આરોપીએ દાહોદ, આણંદ, ગાંધીનગર, વડોદરા ગ્રામ્ય, ખેડા લુંટ, ધાડ, ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત લીમખેડા, અમદાવાદ, ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપી રામસીંગભાઈ ઉર્ફે ધોકો પરસુભાઈ મોહનીયા પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના કિંમત રૂા. 33,990નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.