દાહોદ એલ.સી.બી.પોલીસે 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડયા

દાહોદ, છેલ્લા 08 વર્ષથી દાહોદ જિલ્લાના ગરબાડા, જેસાવાડા, પોલીસ મથકના ખુનની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા આરોપી, છેલ્લા 06 વર્ષથી સુરત સરથાણા પોલીસ મથકના ધાડના ગુન્હામાં નાસતા ફરતા, લીમખેડા સેશન્સ કોર્ટના પકડ વોરંટવાળા ઈસમને, સુરત શહેર ખાતેથી છેલ્લા 06 વર્ષથી દેવગઢ બારીઆ પોલીસ મથકના ધાડ,આર્મ એક્ટના ગુન્હામાં, છેલ્લા 09 વર્ષથી લીમડી પોલીસ સ્ટેશન મથકના ધાડ, આર્મ એક્ટના ગુન્હામાં તેમજ જેસાવાડા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હાના આરોપીઓ મળી કુલ 06 ગુન્હાઓમાં તેમજ બે પકડ વોરંટવાળા ઈસમ મળી કુલ 05 આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓ પર લગામ કસવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓમાં સંડાવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકના ધાડ, આર્મ એક્ટ તેમજ ખુનની કોશિષના ગુન્હામાં નાસતા ફરતાં આરોપી દિવાનભાઈ સળીયાભાઈ પલાસ (રહે. આંબલી ખજુરીયા, તા.જિ.દાહોદ)નાને રવાડીખેડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 06 વર્ષથી સુરત શહેરના ધાડના ગુન્હાના નાસતા ફરતા તેમજ દાહોદ જિલ્લાના સેશન્સ કોર્ટના પકડ વોરંટવાળા આરોપી બિનું વાલાભાઈ કાળીયાભાઈ ચારેલ (રહે.મધ્યપ્રદેશ)નાને લીમખેડાના બજાર માંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 06 વર્ષથી દેવગઢ બારીઆ પોલીસ મથકના ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી માજુભાઈ મોહનભાઈ ઉર્ફે ચાંદરો કાળીયાભાઈ ચારેલ (રહે.મધ્યપ્રદેશ) નાને સુરત ખાતેથી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડવામાં આવ્યો હતો. છેલ્લા 09 વર્ષથી લીમડી પોલીસ મથકના ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નિકેશ ઉર્ફે વિકેશ સુરસીંગ ઉર્ફે હુરસીંગ કિશોરી (કીહોરી) (રહે. મધ્યપ્રદેશ) નાને સુરત ખાતેથી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેસાવાડા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજ્જુ ભારતભાઈ પણદા (રહે. મુવાલીયા, મોટા લુણધા ફળિયું, તા.જિ.દાહોદ) નાને સુરત ખાતેથી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડવામાં આવ્યો હતો.