દાહોદ,દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ શહેર માંથી ચોરીના મોબાઇલમાં સંડોવાયેલ એક બાળ કિશોરને ચોરીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ એલ.સી.બી. દાહોદ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે દાહોદ શહેરના વાસફોડિયામાં કોઈ 2 ઇસમો મિલકત સંબંધી ગુના કરે તેવી હરકતો કરતા હોવાનું જણાઇ આવતાં પોલીસે એક બાળ કિશોરની અટકાયત કરી હતી અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવતા તે મામલે તેની સઘન પૂછપરછ કરતા જે મોબાઇલ અંગે ઝડપાયેલ બાળ કિશોરે ગોળ ગોળ જવાબ આપતા પોલીસ તેને લઈ પોલીસ મથકે લઇ આવી હતી. જ્યાં તેની સઘન પૂછપરછ કરતાં મોબાઇલ આ મોબાઈલ ચોરીનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેની સાથે અન્ય એક સાગરિત સંજયભાઈ માનસિંગભાઈ બાવરી પણ ચોરીમાં સામેલ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે આ સંબંધે બાળ કિશોર સહિત બે વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.