
દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પરથી એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી વેફરની આડમાં હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂ તથા બીયરનો રૂા.૨,૮૪,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડી તેમજ વિગેરે મુદ્દામાલ મળી પોલીસે કુલ રૂા.૭,૮૪,૬૫૦ના મુદ્દામાલ સાથે પોલીસે પીકઅપ ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થથાં ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે ગાડીના ચાલક પીરમોહમ્મદ નુરમોહમ્મદ મકરાણી (રહે.મધ્યપ્રદેશ)ની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે પીકઅપ ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વેફરના બોક્સની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૭૫ જેમાં બોટલો નંગ.૨૧૬૦ કિંમત રૂા.૨,૮૪,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડી, મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા.૭,૮૪,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.