દાહોદ,
કડાણા પાણી પુરવઠા યોજના દાહોદ નગરપાલિકામાંથી લક્ષ્મીનગર રળિયાતીને પીવાના પાણી અપાવવા બાબતે લક્ષ્મીનગર રળિયાતીના રહીશો દ્વારા દાહોદના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.
લક્ષ્મીનગર રળિયાતીના સ્થાનીક રહીશો દ્વારા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, હાલમાં દાહોદ નગરપાલિકાને કડાણા પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાના પાણી આપવામાં આવે છે વધુમાં સદર યોજનામાંથી દાહોદ હિરોલા જુથ પાણી વ્યવસ્થા મારફતે કુલ 16 ગામોને પીવાના પાણી આપવામાં આવે છે. વધુમાં દાહોદ કોલેજની નીચે આવેલ જીવન દીપ સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારને દાહોદ કોલેજ પાસેના સમ્પમાંથી પીવાના પાણી આપવામાં આવી રહ્યા છે.
જ્યારથી લક્ષ્મીનગર ની બાજુમાં આવેલ નગરપાલિકાનો એફટીએસ પ્લાન્ટ કાર્યરત તથા સદર સોસાયટીના પીવાના પાણીના દરેક બોરમાં લાલ કલરવાળા પાણી આવતા થઈ ગયેલ છે જેની રજુઆત કર્યેથી હાલમાં ટેમ્પરરી રળિયાતી સરપંચ દ્વારા ટેન્કર મારફતે પીવાના પાણી આપવામાં આવે છે જે પણ નિયમિત આવતા નથી જેથી કરી સદર સોસાયટીના રહેવાસીઓની પીવાના તથા વાપરવાના પાણીની ખુબ જ તકલીફ પડે છે જે વારંવાર સરકારમા જણાવ્યા પછી પણ કોઈ નિરાકરણ આવેલ નથી.
કડાણા પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપલાઈન સોસાયટીના આગળથી પસાર થાય તથા તેની સંગ્રહ કરવાની ટાંકી અને સમ્પ સોસાયટીથી ફક્ત 400 મીટર ની દુરી પર છે જ્યારે આ યોજનાનુ કામ ચાલુ હતુ ત્યારે ટાંકી તથા સમ્પથી આ સોસાયટી સુધીના પાઈપલાઈન આ સોસાયટી માટે નાખવામાં આવેલ હતી. પરંતુ સદર ટાંકી અને સમ્પ પરથી આજદિન સુધી સોસાયટીને પીવાના પાણી ચાલુ કરવામાં આવેલ નથી.