દાહોદ,
દાહોદમાં ખીલખીલાટ વાનના કર્મચારીએ પોતાની વાનમાં રૂા. 22 હજારનો મોબાઈલ ફોન ભુલી ગયેલા એક પરિવારને તેમનો મોબાઈલ ફોન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
દાહોદની ઝાયડસ જનરલ હોસ્પિટલ લોકેશન ખાતે ફરજ બજાવતા ખિલખિલાટ વાનના કેપ્ટન વીરેન્દ્ર કુમાર એસ રાઠોડ દ્વારા તેઓની ફરજ દરમિયાન તેઓ હોસ્પિટલથી માતા અને બાળકને દાહોદના ગલાલિયાવાડ ખાતે મૂકવા ગયા હતા. ત્યારબાદ મૂકીને પરત હોસ્પિટલ ફર્યા ત્યારે હોસ્પિટલ ખાતે આવીને ગાડીમાં પાછળના ભાગમાં તેઓએ જોતા તેમને એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન મળ્યો હતો. તે મોબાઈલ ફોનની કિંમત આશરે રૂપિયા 22,500 જેટલી હતી. તેઓને ફોન મળ્યા બાદ તેઓ તે મોબાઈલ ફોનમાં દર્દીના સગા સંબંધી કે તેઓના ઘરે થી કોઈકનો સંપર્ક કરીને કહ્યું કે, આ તમારો ફોન અમારી ખિલખિલાટ વાનમાં તમે ભૂલી ગયા છો. તમે અહીં આવીને મોબાઈલ ફોન લઇ જાઓ તેમ કહી દર્દીના સગા સબંધીને બોલાવીને આશરે રૂપિયા 22,500/-ની કિંમતનો ફોન પરત કરી ખિલખિલાટ વાનના કેપ્ટન વીરેન્દ્ર કુમાર એસ.રાઠોડ એ પ્રમાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.