દાહોદ,
દાહોદ ખાતે ચાલતા એચિવર્સ એજ્યુકેશન દ્વારા તા.13.2.’23 ના રોજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
12માં ધોરણ પછી આગળ શું? એ વિષય ઉપર GSTના માર્ગદર્શન માટે જી.ડી.શાહે અને ફાયનાન્સિયલ પ્લાનિંગ માટે સમીર દેસાઈએ તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. ડાયરેક્ટર ઓફ એચીવર્સ એજ્યુકેશન અન્વયે નિરજ કડકીયાએ 12માં કોમર્સ પછી શું કરી શકાય અને કયા કોર્સથી શું શીખવા મળશે તેના વિશે જણાવ્યું હતું. આ સેમિનારમાં દાહોદ જિલ્લાના કોમર્સના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.