દાહોદ ખાતે રોકાણ કરતી 19 સુપરફાસ્ટ અને મેમુ ટ્રેનના સમય બદલાયા

દાહોદ, રેલ્વે વિભાગ દ્વારા પશ્રિમ રેલ્વેમાંથી પસાર થતી 200 જેટલી ટ્રેનોના અવર જવરના સમયમાં ફેરફાર થયો છે. જેના પગલે પશ્રિમ રેલ્વેના રતલામ મંડળમાંથી પસાર થતી 19 સુપરફાસ્ટ તેમજ મેમો ટ્રેનના અવર જવરના સમયમાં બે મિનીટથી 10 મિનીટ વચ્ચેનો અંતર આવ્યો છે.

રેલ્વે તંત્ર દ્વારા 30 સપ્ટેમ્બરે ટ્રેનોના અવર જવરના સમયમાં ફેરફાર કર્યા હતા. જે તા.1લી ઓકટોબરથી લાગુ પડ્યા હતા. આમ રેલ્વે દ્વારા વર્ષમાં બે વખત લીંક અને પીક ટાઈમમાં ટ્રેનોની અવર જવરના સમયમાં ફેરફાર થતાં હોય છે. તા.1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ અને 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી લીંક ટાઈમ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની અવર જવરમાં મહત્તમ ધટડો નોંધાતો હોય છે. તા.1લી એપ્રિલથી 31 જુલાઈ અને 1 સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી સુધી રેલ્વેની ભાષામાં પીક ટાઈમ ગણે છે. આ સમયગાળા દરમિયાન વેકેશન અને તહેવારો આવતા હોય યાત્રિઓનો ભારે ધસારો જોવા મળે છે.