દાહોદ,દાહોદમાં પ્રભારી મંત્રી ડો કુબેરભાઇ ડિંડોરના નેતૃત્વ હેઠળ જીલ્લા પ્રભારી ઓફીસ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે એસ એસ સી પરીક્ષા પરિણામ અભિવૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે S.S.C નું પરિણામ વધું સારૂં આવે તે અંગે ધોરણ-10 ના ગુજરાતી અને અંગ્રેજી વિષયના શિક્ષકોને જરૂરી સૂચન અને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકઓ દ્વારા પ્રભારી મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોરનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે નિમિતે મંત્રીએ પણ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.