દાહોદ, જિલ્લા અદાલત દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રૂ.8,27,88,834 /નો એવોર્ડ કરવામાં આવ્યો.
નામ.નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર નામ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા નામ.ચેરમેન અને પ્રિન્સિપાલ સી.કે. ચૌહાણના અધ્યક્ષ સ્થાને તા.09/12/2023 નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.
વધુમાં આજરોજ જિલ્લાની તમામ અદાલતોમાં બેંક રિકવરી કેસ, મોટર અકસ્માતના વળતર કેસ, એન.આઇ. એક્ટ 138 નાં કેસ વિગેરેના કુલ 19080 કેસો મૂકવામાં આવેલ જેમાં કુલ 4690 કેસોનો નિકાલ કરવામાં આવેલ અને કુલ રૂ.8,27,88,834/- નો એવોર્ડ કરવામાં આવ્યો. આમ નેશનલ લોક અદાલતમાં “કોઈ નો જય નહિ અને કોઈનો પરાજય નહિ” તે બાબતે સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.