દાહોદ ખાતે મતદાન જાગૃતિ માટે 250 થી વધુ શિક્ષકો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી

  • નગરજનોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા.

દાહોદ, 7મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ દાહોદ ખાતે પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂત ની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત બાઇક રેલી યોજાઇ હતી.

રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી.

મતદાન જાગૃતિ રેલીમાં, મામલતદાર મનોજ મિશ્રા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી , સહિત વિવિધ શાળાના આચાર્યઓ, શિક્ષક ગણ, વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો.