જીલ્લા રોજગાર કચેરી, દાહોદ અને મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુકત ઉપક્રમે 18 થી 35 વર્ષના અને ધો 8 પાસ, ધો 10 પાસ, આઈ.ટી.આઈ., 12 પાસ, ડીપ્લોમાં, ગ્રેજ્યુએટતેમજ સીવણ વર્ક, કોપા જેવી લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો માટે તા.03-08-2024 નારોજ સવારે 9.30વાગે કૃષ્ણ પ્રણામી સમાજવાડી, પંકજ સોસાયટી, ચાકલીયા રોડ, દાહોદ ખાતે માત્ર મહિલા ઉમેદવારો માટે જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામાંઆવશે.
આ ભરતીમેળામાં દાહોદ, ગોધરા અને વડોદરા, અમદાવાદના નોકરીદાતાઓ દ્વારા ઓફીસ આસીસ્ટન્ટ, ટ્રેની કેન્દ્ર મેનેજર, મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર જેવી 220 જેટલી ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે. રોજગાર ભરતી મેળામાં મહિલા ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ વોકેશનલ તાલીમ કોર્ષ અંગે માર્ગદર્શન પણઆપવામા આવશે. તેમજ રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. આ ભરતી મેળામાં 3 બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી દાહોદની યાદીમાં જણાવેલ છે.