દાહોદ, દાહોદ ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યો. જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડીંડોર તથા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જીલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા, સંધના અધક્ષ ડી.કે.પટેલ, મહેન્દ્રભાઈ, આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર પ્રજાપતિ અને સંઘના અન્ય હોદ્દેદારો, સંકુલ ક્ધવીનર ,સહ સંયોજક ઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા અલગ અલગ કૃતિઓ નિહાળી અને શિક્ષણ મંત્રી તેમના આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. સાથે સાથે ચંદ્રયાન-3 સફળ માટે પણ આપ જેવા વૈજ્ઞાનિકો ને કારણે જ શક્ય બની શકે છે અને આજે વિમાં ભારતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, તે આપ જેવા વૈજ્ઞાનિકોને આભારી છે. શિક્ષણ મંત્રીના પ્રવચન સાંભળી વિદ્યાર્થીઓમાં પણ ઉમરકાભેર જોષ છવાઈ ગયો.