દાહોદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા વિરોધ પક્ષાના નેતાના અધ્યક્ષ સ્થાને સત્યાગ્રહ સંમેલન કાર્યક્રમ યોજયો

દાહોદ, દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના અધ્યક્ષતામાં સંકલ્પ સત્યાગ્રહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ શહેર સહીત જિલ્લાભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આંકલાવના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્તિથીમાં આજરોજ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ સાથે સંકલ્પ સત્યાગ્રહ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના કર્ણાટકના આપેલા મોદી પરના ભાષણમાં સુરતમાં તાત્કાલિક તેમના ધારાસભ્ય દ્વારા સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ ચલાવી તાત્કાલિક તેના ઉપર ચુકાદો લાવી અને રાહુલ ગાંધીને જેલમાં મોકલવા માટે આ કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા યોજતા તેમાં લોકોનો સાથ અને સહયોગ મળતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર ચિંતામાં મુકાઈ હતી અને તે ભારત જોડો યાત્રા સફળ રહી હતી. તેને લઈને રાહુલ ગાંધી ઉપર ઇન્કમટેક્સ ઈડી, સી.બી.આઇ. સહીત કેન્દ્રની એજન્સીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી જેથી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ સાવરકરની ઓલાદ નથી. આ ગાંધીની ઓલાદ છે, મારા પરિવાર માંથી મારા દાદી અને મારા પિતાએ દેશ માટે શહીદી વહોરી છે. આ દેશને અમે આઝાદ કરાવ્યો છે અને આ તાનાશાહની સરકાર સામે રાહુલ ગાંધી ચૂકવાના નથી. જ્યાં સુધી ભારત માંથી તાનાશાહની સરકાર ખતમ નહીં થાય ત્યાં સુધી રાહુલ ગાંધી ડર્યા વગર લડશે. તેમજ 1947 પહેલા અંગ્રેજોનું શાસન ચાલતું હતું. એવું જ શાસન હાલમાં મોદી સરકાર ચલાવી રહ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો બનાવેલું સંવિધાન ખતમ કરી નાખશે અને તેમના બનાવેલા સંવિધાન ઉપર ચાલી ભારતને નકશે કદમ માંથી મિટાવી દેશે તેવી આ સરકારને ઉખાડી ફેંકવા માટે રાહુલ ગાંધીએ સંકલ્પ સત્યાગ્રહ સત્તા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. તેવું જણાવ્યું હતું અને સાથે સાથે આખા કાર્યક્રમમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં છબીની સરાહના કરવામાં આવી હતી. તેમની વધતી લોકપ્રિયતાને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓને દાહોદના લોકલ નેતાઓ તેમજ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની નવી સેના ગુજરાતમાં અને આવનાર લોકસભા તેમજ સરપંચો તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ઘરો માંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળી અને કોંગ્રેસ માટે કામ કરશે તેવું જણાવ્યું હતું. હવે લોકસભાને માત્ર દસ મહિના બાકી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ફરી એક નવી શરૂઆતની સાથે લોકોના ઘર ઘર સુધી કોંગ્રેસને વિચારધારા સાથે જોડો અને આવનારી લોકસભા કોંગ્રેસને સત્તા પર કબજો કરાવો જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું શોષણ બંધ થાય લોકો મોંઘવારીથી મુક્ત થાય અને જો અમારી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બેસી તો વડાપ્રધાન તેમ જ ગૃહ મંત્રીએ અદાણી અંબાણી જેવા પરિવારોને કરોડો રૂપિયાની લાણી કરી છે. તેના ઉપર તપાસો કરી તેમને જેલ ભેગા કરશે તેવું પણ જણાવ્યું હતું.