દાહોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની 132મી જયંતિ નિમિત્તે ભીમ યોદ્ધાઓ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલો લઈ ફરી

દાહોદ,બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદનાં ભીમ યોદ્ધાઓ, આદિવાસી પરિવાર, વાલ્મિકી સમાજ તેમજ સમાજના આગેવાનો સાથે મળી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીનું નામ માનવતા રેલી નામ આપવામાં આવ્યું હતું. જે રેલી દાહોદનાં સર્કિટ હાઉસથી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ અને દાહોદ મામલતદારએ પ્રસ્થાન કરાવી હતી. મસાલ રેલી સર્કિટ હાઉસથી નીકળી મસાલ રેલી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ત્યા દાહોદ ટાઉન પી.આઈ.કિરીટ લાઠીયાને બાબા સાહેબ આંબેડકરની તસ્વીર ભેટ આપી હતી. રેલી પોલીસ મથકેથી નીકળી બિરસા મુંડા ચોક ખાતે આવી આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાંને પુષ્પ માળા અર્પણ કરી રેલી નગર પાલીકા ચોક થઈ પરત બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરી મસાલ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.