દાહોદ, દાહોદ તાલુકાની કતવારા પોલીસે જુદા જુદા સમયે ખંગેલા ચેકપોસ્ટ પર થર્ટીફસ્ટના અનુસંધાને રાખવામાં આવેલ ઘનિષ્ઠ ચેકીંગ દરમ્યાન રૂા 1.73 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી રૂપિયા 3 લાખની કિંમતની બોલેરો પીકપ ગાડી મળી રૂા. 4,73,520ના મુદ્દામાલ સાથે બે જણાની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
થર્ટી ફસ્ટના અનુસંધાને કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ લાગતી સફેદ કલરની જીજે-20 એક્સ-5085 નંબરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ ગાડી રોકી તેની તલાસી લઈ ગાડીમાંથી બીયર, બેગ પાઈપર વ્હીસ્કી, મેકડોલ થ્રી એક્સ રમ, રોયલ સ્ટેજ વ્હીસ્કી મળી કુલ રૂપિયા 1,39,200ની કિંમતની કુલ 20 પેટીઓમાં ભરેલ બોટલ નંગ-828 પકડી પાડી સદર દારૂ-બીયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમયની બોલેરો પીકપ ગાડી મળી રૂપિયા 4,39,200નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર સવારે નવ વાગ્યાના સુમારે પ્લાસ્ટીકની મીણીયાના તથા વિમલના થેલા લઈ ઉભેલ શંકાસ્પદ લાગતી વરમખેડા ગામની 45 વર્ષીય કાંતાબેન લાલાભાઈ ગુંડીયા તથા ગવરાબેન તોફાનભાઈ ભાભોરને પકડી તેઓની પાસેના થેલાઓમાંથી રૂા. 34,320ની કુલ કિંમતના ગોવાવ્હીસ્કીના કવાટરીયા નંગ-312 પકડી પાડી કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.