દાહોદ, દાહોદ જીલ્લાની કતવારા પોલીસે ગતબોપરના સમયે ખંગેલા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી રૂપિયા 86.40 લાખની કુલ કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ-1200 સાથે રૂપિયા 20 લાખની કિંમતની ટાટા મોટર્સ લીમીટેડ કંપનીની બાર છક્કા ગાડી પકડી પાડી એક મોબાઈલ, જી.પી.એસ. વગેરે મળી રૂપિયા 1,06,48,000(એક કરોડ, છ લાખ અડતાલીસ હજાર)ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કરી જેલના સળીયા પાછળ મોકલી આપતાં દાહોદ જીલ્લામાં સૌ પ્રથમવાર વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો પકડવા બદલ જીલ્લા પોલીસ વડાએ કતવારા પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યાનું જાણવા મળ્યું છે.
કતવારા પી.એસ.આઈ એ.પી.પરમાર ગતરોજ બપોરના સમયે પોતાના પોલીસપોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના સ્ટાફના પોલીસ કર્મચારીઓને સાથે લઈને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો ભરેલ ટાટા મોટર્સ લીમીટેડ કંપનીની બાર છક્કા ગાડી વાયા કતવારા પર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે કતવારા પી.એસ.આઈ એ.પી.પરમાર તથા તેમના સ્ટાફની ટીમે બપોરના દોઢેક વાગ્યાના સુમારે ખંગેલા ચેક પોસ્ટ પર વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ ટાટા મોટર્સ લીમીટેડ કંપનીની બાર છક્કા ગાડી મધ્યપ્રદેશ બાજુથી દુરથી આવતી નજરે પડતાં વોચમાં ઉભેલ કતવારા પોલીસ સાબદી બની હતી અને તે બાર છક્કા ગાડી નજીક આવતાં જ વોચમાં ઉભેલ કતવારા પોલીસે ઉભી રાખવાનો ઈશાનો કરી ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. 84,40,000ની કુલ કિંમતના ભારતીય બનાવટના રોયલ બ્લ્યુ માંલ્ટ વ્હીસ્કીની કુલ પેટીઓ નંગ-1200માં ભરેલ પ્લાસ્ટીકની 180 મીલીની કુલ બોટલ નંગ-57,600 પકડી પાડી ગાડીના ડ્રાયવર હરિયાણાના કેશલ જીલ્લાના કલાપત ગામના 34 વર્ષી સુરેન્દ્રસિંહ કમ્રબીસિંહ ચમરની અટક કરી અત્રેની કચેરીએ લાવી સદર દારૂનો જથ્થો ક્યાંથી ગાડીમાં ભરવામાં આવ્યો અને અમદાવાદમાં ક્યા બુટલેગરને ત્યાં ઉતારવાનો હતો. તે બાબતની પુછપરછ કરી ગાડીના ચાલક, ગાડીમાં પ્રોહીનો મુદ્દામાલ ભરી આપનાર, દારૂનો જથ્થો મંગાવનાર સહીત કુલ પાંચ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.