દાહોદ કતવારા પોલીસે બે અલગ અલગ સ્થળેથી 1.55 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,દાહોદ એલ.સી.બી પોલીસે દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જુદી જુદી જગ્યાએ બુટલેગરોના બે રહેણાંક મકાનમાં પ્રોહી રેડ પાડી બંને મકાન માંથી કુલ મળી રૂા. 1.55 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન મળી રૂપિયા 1,60,750ના મુદ્દામાલ સાથે બે પૈકી એક બુટલેગરની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ એલ.સી.બી પોલીસે પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના હીમાલા ગામે પરમાર ફળિયામાં રહેતા બુટલેગર જગતસિંહ કોચચંદભાઈ પેલીયાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂપિયા 81,750ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-797 તથા રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂપિયા 1,60,750નો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે પોલીસની રેડ સમયે બુટલેગર જગતસિંહ પેલીયા ઘરે હાજર ન હોવાથી પોલીસ તેને પકડી શકી ન હતી ત્યારબાદ એલસીબી પોલીસે તે જ ફળિયામાં રહેતી ગોદાવરીબેન મનુભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ પેલીયા નામની વિધવા બુટલેગરના મકાનમાં પ્રોહી રેડ પાડી મહિલા બુટલેગરના રૂપિયા 74,000ના વિદેશી દારૂની બોટલો નંગ-574 સાથે ઝડપી પાડી કતવારા પોલીસને સુપરત કરી હતી.