- 73 એએ મુકિત મેળવવા માટે જીલ્લા પંચાયત કચેરીમાં રેકર્ડ ન હોવા છતા બે બિલ્ડરો તાલુકા જીલ્લામાંથી એન.એ. હુકમ મેળવ્યા.
ગોધરા,દાહોદ (કસ્બા)ના રે.સ.નં.963/2 પૈકી 1ની જમીનના વર્તમાન 7/12 દસ્તાવેજ મુજબ આદિવાસી પરિવાર અને 73 એએ કાયદા દ્વારા નિયંત્રણ છે. જ્યારે સીટી સર્વે રેકર્ડ મુજબ બે બિલ્ડરોના નામથી નોંધાયેલ છે અને બન્ને બિલ્ડરો દ્વારા ખાનગી પ્લોટ તરીકે વેચવા વ્યકિતગત પ્લોટમાં જમીનનું વિભાજન કરેલ છે. આ 73 એએના નિયંત્રણવાળી જમીનમાં 73 એએના નિયંત્રણ દુર કરવા માટેની જીલ્લા પંચાયત દાહોદ કચેરી રેકર્ડ ફાઈલ નથી. જ્યારે આ બન્ને બિલ્ડર દ્વારા સીટી સર્વે ઓફિસમાં રજુ કર્યા મુજબ તાલુકા અને જીલ્લા કચેરી માંથી બિની ખેતીનો હુકમ મેળવવામાં વ્યવસ્થાપિત થયા તે 73 એએ શરતોનો ભંગ કરેલ છે અને હડપ કરવાના કારસ્તાન મળતીયાઓના મેળાપીપણામાં થયેલ હોય તેની યોગ્ય તપાસ દાહોદ મહેસુલ વિભાગ કરશે ખરું ?
દાહોદ કસ્બાની રે.સ.નં.963/2 પૈકી 1ની બિનખેતીના હુકમ એક પક્ષ દ્વારા મેળવેલ શરતી બિનખેતી હુકમમાં ભવિષ્યમાં અન્ય કોઈ વ્યકિત દ્વારા ઉપયોગમાં લેવાશે તેવા ઉલ્લેખ કરાયો નથી. તેમ છતાં બિનખેતીના હુકમો આદિવાસી પરિવાર દ્વારા બે બિલ્ડરોના વેચાણ ડીલના અમલ ઉપર ઉપયોગ લેવા આવ્યા હતા. દસ્તાવેજ મુજબ સર્વે નં.963/1 પૈકી 1 અને 963/2 પૈકી 1 જમીનનુંં ક્ષેત્રફળ 7183 ચો.મીટર છે. જ્યારે સીટી સર્વેમાં નોંધાયેલ ક્ષેત્રફળ 8616 ચો.મીટર છે. સીટી સર્વે કચેરી દ્વારા નોંધણી કરતા પૂર્વ વધારાની જમીન અંગે ખુલાસો પુછવામાં આવ્યો. કે તે પણ પ્રશ્ર્ન થાય. દાહોદ કસ્બાની 73 એએના નિયંત્રણો ધરાવતી જમીન હડપ કરવા બિલ્ડરો બનાવટી દસ્તાવેજ ઉભા કરવામાં આવ્યા છે. કેમ તેની તપાસ કરવા માટે દાહોદ જીલ્લા કલેકટર કચેરી મહેસુલ વિભાગ કરે તે જરૂરી છે.