દાહોદ,દાહોદ કસ્બાના રે.સ.નં.963/1/પૈકી 1 અને સર્વે નંં.963/2/પૈકી 1ની જમીનના 73 એએ અને બિનખેતીના હુકમોની તપાસ કરી બિનખેતી કાયદેસર ટાઈટલની તપાસ કરવામાં આવે આ બિનખેતીના હુકમોમાંં શરતોએ ભંગ થયાનુંં સામે આવે તેમ છે.
દાહોદ કસ્બા વિસ્તારમાં આવેલ રે.સ.નંં.963/1/પૈકી1 અને સર્વે નં.963/2/પૈકી 1 વાળી જમીન આદિવાસી પરિવારની હોય આ જમીન 73 એએ વાળી હોય તેવી જમીનમાં બિનખેતીના હુકમો થયેલ છે. બિનખેતી થયેલ આ બન્ને સર્વે નંબરની જમીનોમાં બે બિલ્ડરો દ્વારા બાંધકામ કરી અને રહેણાંક માટે વેચાણ કરવામાં આવ્યા છે. બન્ને બિલ્ડરો દ્વારા ઉપરોકત બિનખેતી થયેલ સર્વે નંબરના 7/12માં નામ ચાલતુંં નથી. દાહોદ મામલતદાર કચેરી ખાતેથી સર્વે નંબર 963/1/પૈકી1 અને સર્વે નં.963/2/પૈકી 1 ની જમીન 73 એએ અને બિનખેતીમાં કરવામાં અપનાવવામાં આવેલ છે. તેમાં શરતોનો સરેઆમ ભંગ થયેલ છે. ત્યારે દાહોદ મામલતદાર દ્વારા બિનખેતીના હુકમોનો ભંગ થયેલ હોય તેની યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.