
Anchor- કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન નો શુભારંભ તા.2/9/2024 નાં રોજ થઈ ગયેલ છે. અને જેના ભાગ રૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
Vo- કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન નો શુભારંભ તા.2/9/2024 નાં રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
જે અનુસંધાને દાહોદ જીલ્લાના સદસ્યતા અભિયાનનો શુભારંભ જીલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલિયારની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો. ત્યાર પછી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, જીલ્લા પ્રમુખ શંકર આમલિયયાર, જીલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરને પ્રાથમિક સદસ્ય બનાવવ્યા હતા.
ત્યાર પછી દાહોદ જીલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ 6 લાખ સદસ્ય બનાવવાનું બીડું જીલ્લા પ્રમુખ દ્વારા ઝડપવામાં આવ્યું હતું અને જીલ્લા સદસ્યતા ની ઉપયોગિતા, તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી પણ તેની સાથે આપડે સામાજીક રીતે જોડાઈ જતા હોઈએ છે તેવું જસવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જીલ્લાના બન્ને મહામંત્રીઓ નરેન્દ્ર સોની અને સ્નેહાળ ધરિયા તથા કાર્યાલય મંત્રી હીરાલાલ સોલંકી એ કાર્યક્રમનું વ્યવસ્થા કરી હતી જેમાં મોટી સંખ્યામાં જીલ્લામાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતો.