- 24મી તારીખે પાલિકામાં ચેમ્બરમાં ધમકી બાદ 25મી તારીખે જીવલેણ હુમલાનો અસ્જીમાં આક્ષેપ.
દાહોદ પાલિકામાં પ્રમુખના વર્તન સામે નારાજગી દર્શાવી કેટલાંક સુધરાઈ સભ્યો રાજસ્થાન સહેલગાહે ઉપડી ગયા બાદ અવિશ્ર્વાશ દરખાસ્તની વહેતી વાતોનો અંતે છેદ ઉડ્યો હતો. ત્યાં હવે દાહોદમાં કમલમની બહાર જ કાઉન્સિલરે ગાડી ચઢાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરતી અરજી પાલિકા પ્રમુખે પોલીસમાં કરી છે.
દાહોદ પાલિકાના પ્રમુખ નરજ ઉર્ફે ગોપી દેસાઈએ જણાવ્યુ છે કે, પાલિકાના પક્ષના નેતા અને વોર્ડ-9ના કાઉન્સિલર દીપેશભાઈ લાલપુરવાલા છેલ્લા સુધી અન્ય અદાવત કે કોઈની ચઢામણીથી અમને ગાળો અને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપીને ત્રાસ આપી રહ્યા છે. 24 જુને સવારે 11 વાગ્યે પ્રમુખ નીરજભાઈ અન્ય સાથી કાઉન્સિલરો સાથે પાલિકામાં તેમની ચેમ્બરમાં શહેરની રજૂઆતો બાબતે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે દીપેશભાઈએ ગુસ્સાથી ચેમ્બરનો દરવાજો અંદર આવી બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તારી ઉપર ફોરવ્હીલ ગાડી ચઢાવીને મારી નાખીશ, મારા ઉપર અકસ્માતનો ગુનો દાખલ થશે. હું 24 કલાકમાં 5 હજારના જામીન ઉપર છુટી જઈશ, કાલથી તું તારી સાથે બોડીગાર્ડ રાખજે તેવી ધમકી આપીને જતાં રહ્યા હતાં. 25 જુને સવારે કમલમ ખાતે 25 જુન કટોકટીનો કાર્યક્રમ હોઈ નીરજભાઈ ત્યાં ગયા હતાં. તે વખતે દીપેશભાઈ પુરપાટ લાવી ફોરવ્હીલ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇરાદાપૂર્વક જીવલેણ હુમલાના પ્રયાસ તેમજ ધમકી આપતા હોઇ સલામતિ જોખમાય તેમ હોવાથી ગુનો દાખલ કરવા પોલીસમાં અરજી આપતાં આખા ચર્ચાનો વિષય બન્યો હતો.
કાયદો-કાયદાનું કામ કરશે મારી સાથે બનેલી ઘટનાની અરજી મેં પોલીસમાં આપી છે. હવે કાયદો કાયદાનું કામ કરશે. નિરજદેસાઈ-પ્રમુખ, દા.ન.પા