દાહોદ કાચા કામના કેદીઓ માટે હેલ્થ કેમ્પ નું આયોજન કરાયું

દાહોદ,ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અને નેશનલ વાયરલ હિપે્ટાઇટીસ કંટ્રોલ પ્રોગ્રામની સૂચના મુજબ દાહોદ જિલ્લાના DTHO ડો. આર.ડી.પહાડીયા અને CDMO ડો. નરેન્દ્ર હાડા સરની મંજૂરી અને માર્ગદર્શન મુજબ તા. 27.4.2023 નારોજ સબ જેલ દાહોદ ખાતે કાચા કામના કેદીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જે હેલ્થ કેમ્પમાં મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, કાઉન્સેલર, લેબટેકનીશીયન, એસ.ટી.એસ, એસ.ટી.ઍલ.એસ તેમજ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ હાજર રહેલ હતા. આ હેલ્થ કેમ્પની અંદર 127 કેદીઓની તપાસ કરવામાં આવી.