દાહોદ(ક)ની સર્વે નં.963/1 પૈકી1 અને 963/2 પૈકી 1વાળી 73 એએના નિયંત્રણ ભંગ અને બિનખેતીના ઉપજાવી કાઢેલ જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવાનો આદેશ.

  • સવાલવાળી જમીનમાંં શરતભંગ બદલ 4,29,950/- વસુલી જમીન બોજ રહિત કરી ખાલસાનો હુકમ.

ગોધરા,દાહોદ (ક)ની રે.સ.નં. 963/1 પૈકી 1 ક્ષેત્રફળ અને સર્વે નં.963/2 પૈકી 1 વાળી 73 એએ નિયંત્રીત સત્તા પ્રકાર હેઠળની જમીનમાંં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના વેચાણ તબદીલ થયેલ હોય જમીન મહેસુલ કાયદાની 73 એએની નિયંત્રણોના ભંગ બદલ બોજા રહિત ખાલસા કરી સરકારી પડતર દાખલ કરવાનો હુકમ દાહોદ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવતાંં દાહોદના ભુમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

દાહોદ કસ્બાની રે.સ.નં. 963/1 પૈકી 1 ક્ષેત્રફળ અને સર્વે નં.963/2 પૈકી 1 વાળી જમીન બાબતે અરજદારે 73 એએના નિયંત્રણોના ભંગ, બિનખેતી હુકમની કાયદેસરના દાહોદ ડીપી રોડ પ્લાન ભંગ બાબતે રજુઆત કરી હતી. સવાલવાળી જમીન બાબતે ના.કલેકટર અને પ્રાંત દાહોદ પાસેથી અહેવાલ મંગાવી દાહોદ જીલ્લા કલેકટરની કચેરી કોર્ટમાંં તા.27/6/2023, તા.25/7/2023, તા.22/8/2023 અને તા.4/9/2023ની સુનાવણી રાખી હતી. દાહોદ (ક)ની 7/12 મુજબ સર્વે નં.રે.સ.નં. 963/1 પૈકી 1 અને સર્વે નં.963/2 પૈકી 1 વાળી 73 એએના નિયંત્રણોવાળી જમીન ફતુડીબેન ગલજીભાઈ ખાતરાભાઈની વિધવા અને 18 ખાતેદારો નામે ચાલે છે. આ જમીન 73 એએના નિયંત્રિત સત્તાપ્રકારવાળી હોવા છતાં ઈદરીશભાઈ અસગરભાઈ પીટોલવાલા અને મનસુરભાઈ અલીહુસેનભાઈ કાગરીવાલા દ્વાર જમીનમાંં પ્લોટો પાડીને અલગ અલગ વ્યકિતને વેચાણ કરવામાં આવે છે અને જમીનમાં એક કલબ હાઉસ અને 3 જેટલા પાકા મકાનો બનાવવામાંં આવેલ છે. જ્યારે અન્ય જમીનમાં પ્લોટો પાડવામાંં આવેલ છે અને હકીમી મહોલ્લા તરીકે વિકાસ કરેલ છે. જમીન રેકર્ડ અહેવાલ જોતા સર્વે નં. 963/2 પૈકી 1 તથા સર્વે નં.963/1 પૈકી 1 જેનો સી.સી.નંં.5980 ક્ષેત્રફળ 8616.00 ચો.મી.વાળી જમીન અન્વયે તાલુકા વિકાસ અધિકારી દાહોદના હુકમ ન.જા.ન.પં.મહેસુલ/વશી/217 થી 227 તા.30/6/2018 આધારે રે.સર્વે નં. 963/ર પૈકી 1 તથા સર્વે નં.963/1 પૈકી 1 સી.સી.નં.5980 ક્ષેત્રફળ 8616.00ચો.મી. પૈકી 3183.00 ચો.મી.વાળી જમીન તથા તાલુકા વિકાસ અધિકારી દાહોદના જા.નં.તા.પં./ મહેસુલ/વશી/147 થી 157 તા.10/5/2018ના આધારે સર્વે 963/2 પૈકી 1 તથા 963/1 પૈકી 1 જેના સી.સી.નં.5980ની 8616.00 ચો.મી. પૈકી 4000.00 ચો.મી.વાળી જમીન બિનખેતી અંગેની નોંધ નં.23641 તા.26/12/2020 થી દાખલ કરવામાં આવેલ છે. જેમાં સી.સી.નં.5980/1ની 1433.00 ચો.મી.જમીન ખેતી હેડે ચાલે છે. જ્યારે સી.સી.નં.5980/1ની 7183.00 ચો.મી.વાળી જમીન બિનખેતી તથા ઈદરીશભાઈ અસગરભાઈ પીટોલવાલાના મન્સુર અલીહુસેન કાગદી એ વેચાણ દસ્તાવેજના આધારે અલગ અલગ ઈસમોને વેચાણ આપેલ છે. તાલુકા વિકાસ અધિકારીના 25/7/2023 પત્રથી સવાલવાળી જમીન બાબતે કચેરી ખાતેથી બિનખેતીના હુકમ થયેલ નથી. જેથી બિનખેતીના હુકમ ઉપજાવી કાઢેલ તથા અનઅધિકૃત લે આઉટમાં 18 મીટર ડી.પી. રોડ દર્શાવેલ છે. પરંતુ સમગ્ર ક્ષેત્રફળ પ્લોટીંગ કરેલ હોય દાહોદ પ્રાંત અધિકારી રેવન્યુ તલાટીના અહેવાલ મુજબના અધિકૃત બિનખેતી કૃત્ય કરેલ હોય સને 2018 થી 2022એના પાંચ વર્ષથી શરતભંંગ બદલ દંડ રૂા.4,29,950/- જમીનના કબ્જેદાર પાસેથી વસુલ લેવા અને બાંંધકામ દુર કરવાનુંં થાય તેવા અહેવાલને ધ્યાને લઈ જીલ્લા કલેકટર દાહોદ દ્વારા સવાલવાળી જમીન માંથી મહેસુલ કાયદાની કલમ 73 એએના નિયંત્રણો ભંગ બદલ બોજ સહિત ખાલસા કરી પડતર કરવાનો હુકમ કરવામાં આવતાં દાહોદના ભુમાફિયાઓમાંં ફફડાટ જોવા મળ્યો.