દાહોદ જુની કોર્ટ રોડ પર રહેતા એક વૃધ્ધ ઘરેથી ચાલવા માટે નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયાનું જાણવા મળ્યું

દાહોદ,

દાહોદ જુની કોર્ટ રોડ પર રહેતા 26 વર્ષીય વિવેકભાઈ રમેશભાઈ વાખળાના પિતાજી રમેશભાઈ કાળુભાઈ વાખળા ગત તા. 25-3-2023ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ચાલકા માટે નીકળ્યા હતા. તેઓ આજદિન સુધી પરત ઘરે ન આવતાં ક્યાંક ગુમ થઈ ગયા છે. ગુમસુદા રમેશભાઈ વાખળાએ શરીરે ઝાંખા પીળા રંગનો ઝભ્ભો પહેરેલ છે. શરીરે ઘઉં વર્ણા છે, મજબુત બાંધાનો ચે. ઉંચાઈ 5 ફુટ છે તેઓ ગુજરાતી અને હીન્દી ભાષા જાણે છે.

આ સંબંધે ગુમ થનાર રમેશભાઈ કાળુભાઈ વાખળાના પુત્ર 36 વર્ષીય વિવેકભાઈ રમેશભાઈ વાખળાએ દાહોદ ટાઇઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલીસે આ માંમલે ગુમસુદા અંગેની જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.