દાહોદ,નાની નાની બાબતે ઝઘડો તકરાર કરી મારકુટ કરી પતિ દ્વારા છેલ્લા છ વર્ષથી અવારનવાર ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલ દાહોદની 21 વર્ષીય મુસ્લિમ યુવતીએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ કસ્બા પટડી ચોકમાં રહેતા શરાફતભાઈ સફીભાઈ કુરેશીની 21 વર્ષથી દીકરી સફિકાબેનના નિકાહ દાહોદ જુના વણકરવાસમાં રહેતા અવેશભાઈ યુનુસભાઈ સાજી સાથે તારીખ 26- 5 -2017ના રોજ થયા હતા. નિકાહ બાદ શકીનાબેનને તેના પતિ અવેશભાઈએ એક વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિ અવેશભાઈએ પોતાનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું હતું અને પત્ની સફીકાબેન સાથે નાની નાની બાબતે અવારનવાર ઝઘડો તકરાર કરી મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું હતું અને ગત તારીખ 6- 4 -2024 ના રોજ રમજાન ઈદ નો તહેવાર હોય સફિકાબેન કપડા ખરીદવા બજારમાં ગયા હતા. અને કપડાં ખરીદી પરત ઘરે આવ્યા હતા. તે વખતે અવેશભાઈએ પત્ની સફીકાબેન સાથે કોઈપણ કારણ વિના ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા રોજબરોજના આવા યાતના દાયક ત્રાસથી કંટાળી જઈ સફીકાબેને દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અવેશભાઈ યુનુસભાઈ સાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે મહિલા પોલીસે ઇપીકો કલમ 498 (ક), 323, 504, 506 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.