![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-52.jpg)
દાહોદ જિલ્લામાં ભાજપે મોટી કાર્યવાહી કરતા ઝાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકાના 18 હોદ્દેદારોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારે આ કાર્યવાહી કરી છે. આ તમામ નેતાઓએ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી.
ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટો ન મળવાથી બળવો કરીને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારી કરનાર 18 જેટલા ભાજપના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 18 કાર્યકરોને પક્ષમાંથી હકાલ પટ્ટી કરવામાં આવતાં ભાજપ છાવણીમા઼ં સન્નાટો છવાયો હતો. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં ઝાલોદના 12 અને દેવગઢ બારીયાના 6 કાર્યકરોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ફાળવવામાં આવેલી ટિકિટ સામે ભારે દેવગઢ બારીઆ અને ઝાલોદમાં ભારે અસંતોષ ફેલાયો હતો, જેને લઈને ગઈકાલે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફિયા ડેમેજ કંટ્રોલ કરવા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તાર
- ચિરાગ બાબુભાઇ બારીઆ, દેવગઢ બારીઆ શહેર યુવા મોરચા પ્રમુખ
- કનુભાઇ પુંજાભાઇ મકવાણા, દે,બારીઆ શહેર અનુ.જાતિ મોરચા પ્રમુખ
- સાગરબેન કનુભાઇ મકવાણા, સક્રિય સભ્ય
- ગૌરાંગકુમાર ભાલચંદ પંડ્યા, સક્રિય સભ્ય
- સજ્જનબા રણજીતસિંહ ગોહિલ, સક્રિય સભ્ય
- અશોકભાઇ શંકરલાલ રાણા, સક્રિય સભ્ય
ઝાલોદ નગરપાલિકા વિસ્તાર
- રઝાકભાઇ ઇબ્રાહિમભાઈ પટેલ, જીલ્લા લઘુમતિ મોરચા પ્રમુખ
- શીલાબેન જગુભાઇ ગુર્જર, સક્રિય સભ્ય પતિ માલધારી સેલના મંડળ સંયોજક
- જયેશભાઇ રમેશભાઇ ચૌહાણ, જિલ્લા યુ.મોરચા કારોબારી સભ્ય
- તમન્ના ઉમેશભાઈ પટેલ, સક્રિય સભ્ય, પતિ શક્તિકેંદ્ર સંયોજક
- પ્રજ્ઞા ધરમેંદ્રભાઈ પટેલ, સક્રિય સભ્ય અને પુર્વ કાઉસિલર
- ફકીરા ઇકબાલભાઇ મહમદભાઇ, ઝાલોદ શહેર મંડલ ઉપપ્રમુખ પુત્રએ પણ ઉમેવારી કરેલી છે
- નિકિતા હેમંતકુમાર શાહ, સક્રિય સભ્ય
- ચંદ્રકાંત રશિકલાલ ચૌહાણ, જય ઝલાઇ શક્તિકેંદ્રના સંયોજક ,પત્ની ચૂંટણી લડે છે
- પ્રિયંકાબેન પારસિંગભાઈ કિશોરી, સક્રિય સભ્ય
- જગુભાઇ રમેશભાઇ ગુર્જર, મંડલ માલધારી સેલના સંયોજક
- અમિત રણસિંગભાઈ ભાભોર મ, વોર્ડ નં.૩ ના શક્તિકેંદ્ર છે, ચાર્જ બુથ પ્રમુખ
- કેતન કાળુભાઇ પંચાલ, શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ તમામ નેતાઓએ પક્ષના સિદ્ધાંતોની વિરુદ્ધ જઈને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી ભાજપની સ્થાનિક રાજકીય ઈકોસિસ્ટમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.