દાહોદ જિલ્લામાં વહીવટી ફેરબદલ:જિલ્લા કલેક્ટરે 10 નાયબ મામલતદાર, 3 ક્લાર્ક અને 2 મહેસુલી તલાટીની આંતરિક બદલી કરી, તાત્કાલિક હાજર થવા આદેશ

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલ કરી છે. આ ફેરબદલમાં 10 નાયબ મામલતદાર, 3 મહેસૂલી કારકૂન અને 2 મહેસૂલી તલાટીની બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદારોમાં એ.એન.પરમારને દાહોદથી ગરબાડા, બી.બી.પંચાલને દેવગઢ બારીઆથી કલેક્ટર કચેરી દાહોદ, પી.કે.ચારેલને સિંગવડથી દેવગઢ બારીઆ ખાતે મૂકવામાં આવ્યા છે. આર.આર.બારીઆને RTS કલેક્ટર કચેરીથી દાહોદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે.

એસ.કે.ભરવાડને વસ્તી ગણતરી વિભાગથી RTS વિભાગમાં, જે.બી.રાઠોડને ગરબાડાથી જમીન સંપાદન વિભાગમાં, કે.કે.તડવીને ફતેપુરાથી દેવગઢ બારીઆમાં બદલી કરવામાં આવી છે. એચ.ડી.ચૌધરી, ડી.બી.વસૈયા અને આર.કે.ચૌહાણની પણ વિવિધ વિભાગોમાં બદલી કરવામાં આવી છે.

મહેસૂલી કારકૂનોમાં એસ.એ.પારગી, હિતેષ પરમાર અને એ.જે.સોલંકીની બદલી કરવામાં આવી છે. મહેસૂલી તલાટીઓમાં ડી.બી.ગોહિલને ઢઢેલાથી ઝરીબુઝર્ગ અને વી.બી.ચૌધરીને ઝરીબુઝર્ગથી ઢઢેલા ખાતે બદલી કરવામાં આવી છે. કલેક્ટરે તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે નવી જગ્યાએ હાજર થવા આદેશ કર્યો છે.