દાહોદ જિલ્લામા બહુ ચર્ચિત નકલી કચેરીમા આવ્યો નવો વળાંક  : નકલી કચેરીનો ભોગ ઝાલોદનો યુવાન બન્યો 

દાહોદ જિલ્લામાં 2023 માં નકલી કચેરી ખોલી અસલી કામગીરી બતાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી તે મુદ્દો દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત મુદ્દો હતો. આ બહુ ચર્ચિત મુદ્દામા હજુ પણ સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે. 

    દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં નકલી કચેરી આવેલી હતી જે તે સમયમા પકડાયેલ આરોપીઓ દ્વારા પોતાની સાચી ઓફિસ છે તેમ કાગળ પર દર્શાવી સરકાર સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના નકલી કચેરીના મુખ્ય આરોપીઓ દ્વારા જાણવા મળેલ સૂત્રો મુજબ 2020 માં ઝાલોદ નગરમાં રહેતા સદ્દામભાઈ ઇસ્માઇલભાઈ મતાદારને એજાજહુંસેન જાકીરઅલી સૈયદ અને અબુબકર જાકીરહુંસેન સૈયદ દ્વારા સરકારી ટેન્ડરની લાલચમાં ફસાવ્યો હતો અને તેઓ મુંદરા કન્સલ્ટન્ટ એજન્સી ચલાવે છે તેમ કહ્યું હતું. સદ્દામભાઈને જે તે સમયે આ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિઓ છે તેમ લાગ્યું હતું તેથી તેઓ આ વ્યક્તિ સાથે કામગીરીમા જોડાયેલ હતા. કામગીરી દરમ્યાન સદ્દામભાઈ દ્વારા બોરવેલ, કુવા, ચેકડેમ, પાણીની ટાંકી જેવા કામો કરવામાં આવેલ હતા. 

સદ્દામભાઈના કહેવા મુજબ  2020 થી 2023 સુધી તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને અંદાજીત એક કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયાનનુ કામ કરેલ હતું આ કામગીરીના રૂપિયા અંદાજીત પંચાવન લાખ રૂપિયા વ્યાપારીઓના અલગ અલગ ખાતામાં સામાન પેટે આપેલ હતા તેમજ અંદાજીત તોતેરલાખ રૂપિયા સદ્દામભાઈ ને લેવાના બાકી છે. સદ્દામ ભાઈ દ્વારા અવારનવાર કેટલીય વાર રૂપિયાની માંગણી કરવામાં આવી પરંતુ એજાજહુંસેન અને અબુ બકર દ્વારા રૂપિયા આપવામાં આવેલ ન હતા. 

 2023 માં નકલી કચેરીનું કૌભાંડ બહાર આવતા પોલિસ દ્વારા અબુ બકરની અટકાયત કરવામાં આવી હતી. આ કિસ્સો જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. અટકાયત કરાયેલ આ વ્યક્તિઓ પાસે સદ્દામભાઈ દ્વારા જેલમાં પણ રૂપિયા માંગવામાં આવેલ હતા પરંતુ તેઓએ અમો જેલમાં છીએ છૂંટીસુ પછી આપીશું તેમ કહ્યું હતું.થોડા સમય પછી જામીન પર છૂંટતા સદ્દામભાઈ દ્વારા ફરી અબુબકર અને એજાજહૂંસેન પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ઉપરોક્ત અટકાયત કરેલ વ્યક્તિઓ દ્વારા રૂપિયા ન આપી અપશબ્દો વાપરી ધમકી આપવામાં આવી હતી તેમજ હવે પછી રૂપિયા માંગીસ તો તારું મોઢું પાછળ કરી દઈશ તેમ કહી બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. સદ્દામભાઈ દ્વારા ટેલીફોનીક રીતે પણ રૂપિયા માંગવાની કોશિશ કરી હતી પણ તહોમતદાર દ્વારા ગાળો જ આપવામાં આવી હતી. સદ્દામભાઈ ને રૂપિયાની મોટી રકમ લેવાની હોઈ તેઓ કોઈ પણ પોલિસ ફરિયાદ કર્યા વગર રૂપિયા લેવા ઇચ્છતા હતા. છેલ્લે રૂપિયા ન મળવાની આશા લાગતા સદ્દામ ભાઈ દ્વારા એજાજહુંસેન જાકીરઅલી સૈયદ અને અબુબકર જાકીરહુંસેન સૈયદ વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.હવે ફરિયાદી સદ્દામભાઈની નીકળતી રકમ જે 73 લાખ જેટલી છે તો તે રકમ તેઓને કેવી રીતે મળશે …? .