- ગ્રાન્ટ ન ફળવાતાં સેનેટાઇઝેશન કરવામાં આવતું નથી. તંત્રની એકબીજા પર ખો.
- દર્દીના પરિવારો ધંધો કરે છે તંત્રની ઘોર બેદરકારીના કારણે સંજેલીમાં પોઝેટીવ કેસો વધી રહ્યાં છે.દિવસે દિવસે કોરોના કેસો માં વધારો જવાબદાર કોણ?
સંજેલી,
સંજેલી તાલુકામાં પાછલા એક અઠવાડિયાથી મહામારીની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વપ ધારણ કરી રહી છે તેમ છતાં સ્થાનિક પંચાયત દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈજેશનમાં ઉદાસીનતા સાથે સાથે રવિવારના રોજ બંધના આદેશને વેપારીએ પાલન કર્યું છે છતાં પણ સેનિટાઈજેશન ન થતાં સંજેલી નગર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. તંત્રને રજુઆત કરાતા સેનિટાઈજેશન ગ્રાન્ટ ન મળતી હોવાનો દાવો.
સંજેલી નગર સહિત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના એ ફરી માથું ઊંચકતાં સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ૩૫ જેટલા પોઝેટીવ દર્દીઓ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે તેમજ નગરના પ્રાઈવેટ તબીબ સહિત કાપડના વેપારી અને દરજી પોઝેટીવ આવતા ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવી રહ્યાં છે. મોટા ભાગના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યો પણ બિન્દાસ રીતે નગરમાં ફર્યા કરે છે અને પોતાનો ધંધો રોજગાર પણ શ રાખ્યો છે, તેમ છતાં પણ સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતે કોઈ પણ જાતની તસ્દી લેતા નથી. ગામ બળે અને હનુમાન વેગળા તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. કોરોના સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગામમાં લગભગ દરેક વિસ્તારોમાં વાઇરલ ઇન્ફેકશન તાવ શરદી ખાંસી ઉધરસ તેમજ પેટના દુખાવાના બીમાર દર્દીઓને દવાખાનામાં ઉભરાતા રોગચાળાની માઝા મૂકી હોવાની સાથે ગળીએ ગળીએ માંદગીના ાટલા જોવા મળી રહ્યા છે, સાથે કાળઝાળગરમીના પ્રકોપ સાથે સંક્રમિત દર્દીઓના આક પણ વધતા સાથે કોરોના કેસોમાં વધારો થતા નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે. નગરના વિવિધ વિસ્તારોમાં ૨૫ જેટલા પોઝેટીવ દર્દી છે. તેમ છતાં સબ સલામતના દાવા કરતું પ્રશાસન પોઝેટિવ દર્દીના પરિવાર સામે એકશન લેવામાં કોરોના વાઇરસના વિસ્તાર તેમજ રવિવારના રોજ સેનિટાઈજેશન કરવાની કામગીરીને લઇ કામગીરીમાં પાંગળું પુરવાર થતું જોવા મળી રહ્યું છે. પંચાયત તંત્ર દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરીમાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આવી લાપરવાહીમાં કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સંજેલી નગરમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દસ જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમ છતાં પણ સેનિટાઈજેશન કરવામાં આવ્યું નથી.
:- ભાવનાબેન સાદું…
બે દિવસ અગાઉ માત્ર તાલુકા સેવાસદન ખાતે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. રવીવાર ના રોજ સેનિટાઈઝેશનની કામગીરીને લઈને જિલ્લા કલેકટર દ્વારા વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વેપારીઓએ આદેશનું પાલન કર્યું પણ તંત્ર દ્વારા કોઇ પાલન કરવામાં આવ્યું નથી. સેનિટાઈજેશન કરવામાં આવ્યો નથી.
:-અનિશભાઇ ડબ્બા સંજેલી સ્થાનિક આગેવાન…
લોક ડાઉનથી માંડીને આજ દિન સુધી અનેક વખત સેનિટાઈજેશન કર્યું છે. કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી વેરા વસૂલાતમાં થી સેનિટાઈજેશન કરવામા આવે છે વારંવાર મામલતદાર અને ટીડીઓને ગ્રાન્ટ બાબતે રજુઆત કરી તેમ છતાં પણ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. પંચાયતની ગ્રાન્ટ ન ફળવાતાં અને વેરા વસુલાતની આવક ન હોવાથી સેનેટાઇઝ કરવામાં આવ્યું નથી.
:- સંજેલી પચાયત તલાટી કમ મંત્રી વિજયસિંહ રાઠોડ…
સંજેલીમાં પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવાર ખુલ્લેઆમ દુકાનો ખોલી ધંધા રોજગાર કરે છે. પંચાયત દ્વારા સેનિટાઈજેશન કરાતું નથી, તંત્ર કોઇ ધ્યાન આપતું નથી, પંચાયત ગ્રાન્ટ નથી. તેમ કહે છે સરપંચ ટીડીઓને માથે તો ટીડીઓ મામલતદારને ખો આપી રહ્યાં છે. સેનિટાઈજેશન ન થતાં રવિવારના રોજ બપોર બાદ અમુક વેપારીઓ દ્વારા ધંધા રોજગાર શ કર્યાં હતાં તંત્રની ઘોર બેદરકારીના પાપે પોઝીટીવ કેસો વધી રહ્યા છે.
:-બંટા બાપુ (ગામ આગેવાન)…