દાહોદ,
દાહોદ જિલ્લાની કુલ 06 વિધાનસભા બેઠકોનું પરિણામ તારીખ 08મી ડિસેમ્બરના રોજ જાહેર થનાર છે. ત્યારે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી યોજાનાર છે. દાહોદ પોલીટેકનીકલ કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમ તરફ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લાની કુલ 06 વિધાનસભા બેઠકોનું મતદાન પુર્ણ થઈ ગયું છે. ત્યારે 8મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતની વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેર થનાર છે અને તેની સાથે સાથે દાહોદ જિલ્લાની બેઠકોનું પણ પરિણામ જાહેર થનાર છે. તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે. જિલ્લાના તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોત પોતાની જીતના દાવાઓ પણ કરી રહ્યાં છે. આવતીકાલે પરિણામ જાહેર થશે, ત્યારે કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું ત્યારે દાહોદ જિલ્લામાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સઘન કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને દાહોદની પોલીટેકનીક કોલેજ ખાતે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મતગણતરી સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ચુંટણી પંચના કર્મચારીઓ વિગેરે પણ ઉપસ્થિત રહેનાર છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. મતગણતરી સ્થળ પર કેટલાંક પ્રતિબંધિત નિર્દેશો પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. ત્યારે 08મી તારીખે કોનું કિસ્મત જાગશે અને કોનું કિસ્મત ભોય તળીયે સરકી જશે તે જોવાનું રહ્યું.