દાહોદ,
દાહોદ જિલ્લામાં આવતીકાલે એટલે કે, તારીખ 05મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનના દિવસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઈવીએમ અને વીવીપેટ લઈને કર્મચારીઓ બુથો પર રવાના થયાં છે.
બીજા તબક્કાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂં થઈ ગયું છે. આવતીકાલે એટલે કે, તારીખ 05મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 06 વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાવાનું છે. જેમાં આજરોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સાથે કર્મચારીઓ બુથ મથકે રવાના થતાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્ર દ્વારા મતદાનની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. આવતીકાલે સવારથી મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો જોવા મળશે. તમામ ઉમેદવારોન ભાવિ શીલ મશીનોમાં થઈ જશે. જિલ્લાના બુથ મથકો પર કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પોલી, હોમગાર્ડ, જીઆરડી જવાન, સીએપીએફ સહિત કુલ 4733 પોલીસ જવાનો જિલ્લામાં તૈનાર કરી દેવામાં આવનાર છે. જિલ્લામાં મતદાન ટાણે કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે પોલીસ કર્મચારીઓ તેમજ સીએપીએફની ટીમ ખડેપગે પોતાની ફરજ બજાવનાર છે. દાહોદ જિલ્લામાં આવેલ સંવેદનશીલ બુથ મથકો પર પોલીસ દ્વારા ખાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પોલીસ બંદોબસ્તમાં 07 એએસપી, ડીવાએસપી, 12 પીઆઈ, 40 પીએસઆઈ, 2348 પોલીસ આ ઉપરાત એક કંપની અને એક પ્લાટુન એસઆરપી તેમજ 57 સીએપીએફની કંપની તૈનાત કરી દેવામાં આવનાર છે.