પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જીલ્લાકક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગત તથા ચોથા ગુરૂવાર પહેલાના બુધવારે મામલતદારની કચેરીઓમાં વર્ગ – 1 કક્ષાના અધિકારીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પ્રશ્ર્ન જેવા કે, કોર્ટ મેટર, નીતિવિષયક, સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
દાહોદ જીલ્લામાં પણ તમામ તાલુકાઓમાં સપ્ટેમ્બર મહિનાના ચોથા બુધવારના રોજ તા. 25-09-2024 ના દિવસે સવારે 11:00 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા ચોથા ગુરૂવારના રોજ તા. 26-09-2024 ના દિવસે સવારે 11:00 કલાકે જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્ર્નો અથવા રજુઆત અંગેની અરજી ” મારી અરજી તાલુકામાં લેવી” તેવા માથાળા હેઠળ મામલતદારની કચેરીને તારીખ 10-09-2024 સુધીમાં આપવાની રહેશે. જે https://swagat.gujarat.gov.in/citizenEntry.aspx? frm=ws તપર ઓનલાઇન રજુઆત કરી શકાશે.
જીલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ પોતાના પ્રશ્ર્નો “જીલ્લા સ્વાગત કાર્યક્રમ” માથાળા હેઠળ અત્રેની કચેરીને તા. 10-09-2024 સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદારો પોતાની અરજી ઓનલાઇન લિંક https:////swagat.gujarat. gov.in/CitizenEntryDs.aspx? fem=ws પર કરી શકશે. અરજદારે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર તેમજ સરનામું અચૂક લખવાનું રહેશે.