દાહોદ જીલ્લા શૈક્ષણિક સમિતિ અને પંચમહાલ માધ્યમિક સંધના શિક્ષકો વિવેકાનંદ સર્કલ રામધૂન કરી વિરોધ કર્યો

દાહોદ, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ, દાહોદ જીલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ તથા પંચમહાલ માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય શિક્ષકો દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલની પાસે ખાતે જીલ્લાના શિક્ષકો દ્વારા રામધૂનનો કાર્યક્રમ કરી વિરોઘ કરવામાં આવ્યો હતો. જેમાં જીલ્લાના શિક્ષકો દ્વારા વિવિધ માંગો અને 11 જેટલા પ્રશ્ર્નોને લઈને રામધૂનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે તેઓએ વિનંતી કરી જણાવ્યું હતુ કે સરકાર ગત વિધાનસભામાં પ્રશ્ર્નો સ્વીકાર્યા હતા. ઠરાવ બહાર ના પડેલ હોય જેથી આજરોજ સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે રામધૂન કરી હતી. સરકાર શિક્ષણના મહત્વના પ્રશ્ર્નોનો તાત્કાલિક ઉકેલ લાવી શિક્ષણ જગતની યોગ્ય માંગણીઓનું સત્વરે સ્વીકારી અમલ નહીં કરે તો આવનારા દિવસોમાં જલદ આંદોલનો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.