- સંજેલીમાં તળાવમાં થતી ગંદકીથી નગરજનો પરેશાન: કિનારા પર રહેતા રહીશોની હાલત કફોડી.
- સંજેલી તળાવ પાસે ધાર્મિક સ્થળો આવેલા છે છતાં યોગ્ય સફાઈનો અભાવ.
સંજેલી, સંજેલી પુષ્પ સાગર તળાવમાં છેલ્લા ઘણા સમયથી તળાવની સફાઈ અંગે સ્થાનિકો દ્વારા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. સાફ સફાઈ કરવા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તળાવ ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી અને ગંદકીથી ભરપૂર સંજેલી તળાવ તંત્રને સાફ કરાવવામાં રસ નથી. તળાવ કિનારે ગંદકી અને ગંદુ દુર્ગંધવાળું પાણી અને અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલા સરપંચ આયા અને કેટલા ગયા પણ કોઈ સરપંચ તળાવની ગંદકીને લઈ સાફ સુફાઈ માટે યોગ્ય ધ્યાન આપતા નથી. ચૂંટણી આવે એટલે મોટા મોટા વાયદા કરી ગાયબ થઈ જતા હોય છે. ભોળી ભાળી પ્રજાને છેતરી જતા હોય છે. પ્રજાને લગતી આ ગંભીર સમસ્યાનો નિકાલ થાય અને તળાવની ગંદકી યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે. સંજેલી પુષ્પ સાગર તળાવમાં થતી ગંદકી આ અંગે અધિકારીઓ ધ્યાન આપશે ખરાં? હાલની પરિસ્થિતિમાં તળાવમાં ઊગી નીકળેલી વેલો અને કિનારા ઉપર ભારે ગંદકી જોવા મળી રહી છે. તળાવ કિનારે ઉભું પણ રહેવાતું નથી. પવનની લહેર આવતા અસહ્ય દુર્ગંધ આવે છે. જ્યારે તળાવ તરફથી ઊડતી જીવતો કિનારાની આસપાસના વિસ્તારને પ્રભાવિત કરે છે. જયારે કિનારા ઉપર મચ્છરોનો પણ ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. તેવી ગંભીર સમસ્યાથી તળાવ કિનારા ઉપર અવરજવર કરતા તેમજ ધાર્મિક સ્થળો પર આવતા જતા રહીશો ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર રોગ ચાળો વકરે તેની રાહ જોઈ રહ્યું છે. કે કેમ એ પણ વિચારવા જેવું છે.
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ઠેર ઠેર સ્વચ્છતા સૂત્રો જોવા મળે છે. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહી છે.