દાહોદ જિલ્લા સહકારી અને દાહોદ જિલ્લા સહકારી સંઘની ચેરમેન વાઇસ ચેરમેન તથા માનદ્દમંત્રીની ચૂંટણી બિનહરીફ યોજાઇ

દાહોદ,દાહોદ જિલ્લા સહકારી સંઘની 2-5 વર્ષની મુદ્દત માટે ચેરમેન વાઇસ ચેરમેન તથા માનદ્દ મંત્રીની ચૂંટણી દાહોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સંઘના ચેરમેન માટેની દરખાસ્ત ભુપેન્દ્રભાઈ ચૌહાણ તથા ટેકો સાબીર શેખએ ચેરમેન માટે કલસીંગભાઇ મેડાના નામની મૂકી જેને ચૂંટણી અધિકારીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. ત્યારબાદ વાઇસ ચેરમેન માટે મુકેશભાઈ પરમારની દરખાસ્ત સુરપાલ ભાઈ ભાભોરે તથા ટેકો હરેન્દ્રસિંહ નાયકે મુકયો જેમાં અન્ય હરીફના રહેતા મુકેશભાઈ પરમારને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માનદ્દ મંત્રી માટે ગોપાલભાઈ ધાનકાની દરખાસ્ત ર્ડાક્ટર કિશોરભાઈ તાવિયાડએ તથા ટેકો યોગેન્દ્રભાઈ પાઠકે મુક્યો હતો અન્ય કોઈ દરખાસ્તના આવતા માનદ્દમંત્રી માટે ગોપાલભાઈ ધાનકા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંઘના ડિરેક્ટરોએ વિજેતા ઓને પુષ્પમાળા પહેરાવી એક બીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા.