- સમાજના વિવિધ પ્રશ્ર્નોનો નિરાકરણ સરળતાથી આવી શકે તે હેતુથી દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજનો સમાજ સુધારણા સંમેલન યોજાયું હતું.
દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા જીલ્લાના મુખ્ય મથક પ્રસંગ પાર્ટી પ્લોટ બે ઇન્દોર રોડ ખાતે સમાજ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લાના અલગ અલગ ગામમાંથી મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત થયા હતા સમાજમાં ચાલતા કુ રિવાજો અને વિવિધ ખર્ચાળ પ્રસંગોને દૂર કરીને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરે તે હેતુથી સમાજ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લાના પ્રમુખ રાકેશભાઈ યુ પ્રજાપતિ તેમજ મહામંત્રી વિનોદભાઈ મોહનભાઈ પ્રજાપતિ મંત્રી મોહનભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાપતિ સમાજમાં જન્મ પ્રસંગ મરણ પ્રસંગ લગ્ન પ્રસંગ સમય અલગ અલગ ગામમાં અલગ અલગ ખર્ચા રહેવા દો ચાલી રહ્યા હતા.
આ ખર્ચાળ રિવાજોને ઓછા ખર્ચમાં કઈ રીતે પતાવી શકાય તેમ જ ઓછા ખર્ચમાં પોતાનો પ્રસંગ સારો કઈ રીતે ઉજવી શકાય તે માટે અલગ અલગ ગામમાંથી આવેલા પ્રતિનિધિઓના મંતવ્યો જાણ્યા હતા આજના મોંઘવારી ના જમાનામાં ઓછા ઓછા ખર્ચમાં પોતાનો પ્રસંગ સારી રીતે થઈ શકે તે માટે સમાજ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો લોકોએ સ્વીકાર કરીને આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. મહામંત્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા સમાજને સંગઠિત રહીને સમાજમાં ચાલતાં દૂષણ દુર કરવા આજની યુગમાં મોબાઇલ એક સારી વસ્તુ છે, પરંતુ આ મોબાઈલથી દુષપ્રેરણા પણ મળે છે જેના કારણે છોકરીઓ મા બાપની પરવા કર્યા વગર બીજા સાથે ભાગી જાય છે.
લગ્ન કરીલે છે ઇત્યારે એ બાબતને લઈને છોકરીના માત-પિતા-ભાઈ-બહેને ડ્રેસ અને એડ્રેસ ઉપર ધ્યાન રાખવા માટે જાણ કરવામાં આવી હતી, તો સમાજમાં અંદરો અંદર ઝઘડા થતા હોય છે. ત્યારે ત્રીજા વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે, આ ત્રીજા વ્યક્તિને ઓળખવા તો પ્રમુખ રાકેશભાઈ યુ પ્રજાપતિ દ્વારા સમાજને સંગઠનની તાતી જરૂર છે. નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા તેમજ આગળના સમયમાં સમૂહ લગ્ન થાય અને આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેમજ દરેક સમાજ સંગઠિત થઈ રહ્યો છે ત્યારે પ્રજાપતિ સમાજ પણ મજબૂતીથી સંગઠન કરી આગળ વધે તે હિતવા છે.
તેવું જણાવ્યું હતું તો મંત્રી મોહનભાઈ પ્રજાપતિ સુચારૂં આયોજન કરી સમાજ સુધારા માટે વિવિધ મુદ્દાઓનું પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે વિવિધ ગામમાંથી પધારેલા લોકોએ દરેક પ્રસ્તાવોને સાંભળીને બિનજરૂરી રિવાજોને દૂર કરવા માટે સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે દાહોદ જીલ્લા અમદાવાદ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ બરોડા પ્રમુખ ગિરીશભાઈ પ્રજાપતિ મંત્રી શાંતિલાલભાઈ પ્રજાપતિ તેમજ આજુબાજુના તાલુકાઓના પ્રતિનિધિઓ તેમજ દાહોદ જીલ્લામાં નાનામાં નાના ગામના પ્રજાપતિ સમાજના આગેવાનો પ્રમુખો લીડરો ઉપસ્થિત રહ્યા હતા.