દાહોદ, દાહોદ શહેરમાં જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમાં વ્યાજખોરોની બદીને દુર કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વ્યાજ ખોરોથી પિડીત લોકો તેમજ જાહેર જનતા હાજર રહ્યાં હતાં. આ લોક દરબારમાં જીલ્લા પોલીસ વડા દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી કે, વ્યાજખોરોથી પિડીત લોકો પોલીસમાં ફરિયાદ કરે તેમજ અવાજ ઉઠાવે તો વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય તેમ છે. આ લોક દરબારમાં દાહોદની અધિકૃત નેશનલાઈઝડ, કો-ઓપરેટીવ, શીડ્યુલ બેન્કો તેમજ માઈક્રો ફાઈનાન્સના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં છે અને લોકોને સરકાર દ્વારા માન્ય બેન્કો મારફતે નાણાં ધિરાણ લેવા જણાવ્યું હતું. જેથી વ્યાજખોરોના ચંગુલમાંથી ફસતાં બચી શકે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે તેમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો રોજીરોટી કમાવવા માટે પર પ્રાંતમાં મજુરી કરવા જતાં હોય છે. આવા સમયે વતનમાં પોતાની ખેતી, ઘર તેમજ પરિવારજનોને મુકી ઘરના મોભી લોકો પર પ્રાંતમાં મજુરી માટે જતાં હોય છે અને તેવા સમયે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં વ્યાજખોરો પાસેથી પોતાનું ઘર ચલાવવા, ખેતી કરવા તેમજ ઘરનું ગુજરાન ચલાવવા માટે વ્યાજના ઉછીના નાણાં લેતાં હોય છે. ત્યારે ઘણા ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતાં આવા ગરીબ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી ઉચા વ્યાજ દરે ગેરકાયદેસર નાણાં ધિરાણ કરી તેઓનું શોષણ કરતાં હોય છે. ત્યારે વ્યાજખોરોથી પરેશાન ગરીબ લોકો અવાજ ઉઠાવતાં તેઓને વ્યાજખોરો દ્વારા ડરાવવા, ધમકાવવામાં આવતાં હોય છે અને પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતાં હોય છે.
ત્યારે ભુતકાળમાં વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકોએ આત્મહત્યા કરી હોવાના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યાં છે. ત્યારે આવા સમયે બનાવની ગંભીરને ધ્યાનમાં રાખી તેમજ ખાસ કરીને વ્યાજખોરોની ચંગુલમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે દાહોદ જીલ્લા પોલીસવડા દ્વારા ગતરોજ દાહોદ પોલીસ હેડ ક્વાટર્સ તાલમી શાળા હોલ ખાતે સાંજના 05 કલાકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં જીલ્લા પોલીસ વડાનીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીને ડામવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પોલીસને 100 નંબર ડાયલ કરી સંપર્ક કરવા, વ્યાજખોરો બાબતે કોઈ રજુઆત, વ્યાજખોરોના કો ઈનામ આપવા માંગતાં હોય તેવા લોકો તેમજ અરજદારો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ લોક દરબાર કાર્યક્રમમાં જીલ્લાના તમામ ડિવાયએસપી તેમજ પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતાં.