ફતેપુરા,
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં નવીન પોલીસ ચોકી લોક ફાળાના ભાગીદારી થી બનાવવામાં આવેલી હતી. આ ચોકીનુ ઉદઘાટન દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાના હસ્તે કરવામાં આવ્યું હતું. ફતેપુરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન હોવાના કારણે દાહોદ જિલ્લા પોલીસ વડા ફતેપુરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરી પોલીસ તેમજ લોક દરબાર પણ યોજાયો હતો.
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા પોલીસ દરબારમાં જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ,જમાદાર, હોમગાર્ડ જી.આર.ડી.ના જવાનો સાથે પરી સંવાદ યોજ્યો હતો. તેમને પડતી મુશ્કેલીઓ અને તેમની ફરજ ઉપર કઈ રીતે વાકેફ રહેવું તે માટે પોલીસ સાથે સંવાદયો હતો. જી.આર.ડી જવાનોના પગારને લગતા પ્રશ્ર્નો તેમજ જી.આર.ડી. જવાનોએ પોતાની ફરજ ઉપર વફાદારીથી ફરજ નિભાવી તેમજ ખાખીનું માન અને મર્યાદા જાળવવી તમને સોંપવામાં આવેલું કામ વફાદારી પૂર્વક નિભાવવા સૂચન કરવામાં આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્ર્નો ટી.એ.ના પ્રશ્ર્નો તાત્કાલિક ઉકેલ થાય તે માટે જરૂરી ફાઈલ તૈયાર કરી મોકલી આપવી, જિલ્લાકક્ષાએ મેળવેલી તાલીમનું ફરી પુનરાવર્તન કરવું, આધુનિક ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવો, જેટલા તમે ટેકનોલોજીથી દૂર જશો તેટલી તમારે તકલીફોનો સામનો કરવો પડશે તેમજ નોકરી દરમિયાન કોઈપણ કાર્ય ખંતથી કરો, પોતાના દરેક કામને અગત્યતા આપો, મને કોણ જોવા આવશે અથવા તો મને કોણ ચેક કરશે. તેવો ભાવ મગજમાં રાખશો નહીં. ના સૂચન કરવામાં આવ્યા હતા.
અરજદારો સાથે તાલમેલ રાખીને તેને સાંભળો અને તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય કરો જેથી કરીને લોકો ખાખી પર વિશ્ર્વાસ રાખે, ખાખીનું માન મર્યાદા જાળવો તો પ્રજાના પ્રશ્ર્નોને સાંભળવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ફતેપુરા નગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા નગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ન બને તેમ જ લોકો સાથે સુમેળ ભર્યું વાતાવરણ રહે, નગરમાં શાંતિ રહે તે હતુથી લોક ભાગીદારી વડે ફતેપુરા નગરના અલગ- અલગ વિસ્તારોમાં સી.સી.ટી.વી કેમેરા મુકવા માટે હાકલ કરી હતી. ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો તાલુકો છે. ત્યારે ગુજરાતના ફતેપુરા તાલુકામાં રાજ્ય બહારના લોકો ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે તાલુકાને જોડતી બોર્ડર ઉપર સધન તપાસ કરી બેરીકેટ મુકવા, સી.સી.ટી.વી. કેમેરા મુકવા તેમજ પોલીસ પોઈન્ટ મૂકવા માટે સૂચનો કર્યા હતા. ફતેપુરા તાલુકામાં ટુ-વ્હીલર અને ફોરવીલર મર્યાદા કરતા વધુ લોકોને બેસાડીને મુસાફરી કરાવતા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી, તેમ જ ફતેપુરા નગરમાં ટ્રાફિકને લઈને ઘણા બધા પ્રશ્ર્નો ઉદ્ભવે છે. તો નગરમાં ઓછામાં ઓછું ટ્રાફિક થાય તે માટે વેપારીઓ દ્વારા તેમનું વાહન યોગ્ય રીતે પાર્ક કરવું. તેમજ તેમનો માલ સામાન દબાણ ન થાય, રસ્તા, ઉપર ન આવી જાય તેવી રીતે બહાર કાઢવો અને જરૂર જણાય તો ફતેપુરા નગરના બાયપાસ રોડનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેવું જણાવ્યું હતું. તદ્દઉપરાંત ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડી.વાય.એસ.પી.પટેલ, સી.પી.આઇ. રાઠવા, સુખસર પી.એસ.આઇ પટેલ, ફતેપુરા ગ્રામ પંચાયતના માજી સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ, સામાજિક કાર્યક્રમ સલીમભાઈ સાઠીયા, કપીલ નહાર તેમજ આજુબાજુની ગ્રામ પંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.