દાહોદ જીલ્લા પોલીસ વડાએ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા, પાટિયા ફળિયા વર્ગ શાળા, ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

  • શિક્ષણ એ વિકાસ અને પ્રગતિની ચાવી છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે. દેશના નાગરિકો જેટલા પ્રતિબદ્ધ હોય તેટલો દેશ પ્રગતિ કરે.

રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા એ ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળા પાટિયા ફળિયા વર્ગ શાળા ઉતર બુનિયાદી આશ્રમ શાળા ખાતે થી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ વિશે વાત કરતાં પોલીસ અધિક્ષકે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવા આપણે મેળા જેવી ઉજવણી કરીએ છીએ. નાના ભુલકાઓને જેથી આનંદ થાય છે તેઓ રડતા નહીં પરંતુ હસતા હસતા શાળામાં પ્રવેશ મેળવે છે. પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ક્ધયાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા ઉદ્દેશ્ય સાથે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. પરંતુ આજે તે આગળ વધીને દરેક વિદ્યાર્થીઓ માટે એક આનંદદાયી પ્રસંગ બની રહ્યો છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ તેમજ સમાજે સાથે મળીને કાર્ય કરવું ખુબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ બાળકોના સારા ભવિષ્ય માટે જવાબદારી લેવાની જરૂર છે.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા અને મહાનુભાવોએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ, પોલીસ સબ ઇન્સ્પેકટર, સરપંચ સહિત લાયઝન અધિકારી, બી.આર.સી.કો ઓર્ડીનેટર, સી.આર.સી.કો ઓર્ડીનેટર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.