વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જીલ્લા પોલીસ વડાની દાહોદ જીલ્લા પોલીસને ભેટ આપવામાં આવી હતી. જેમાં 36 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવતાં જીલ્લા પોલીસ વિભાગમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
તારીખ 09મી ઓગષ્ટ 2024ના વિશ્વ આદિવાસી દિને સમગ્ર વિશ્વમાં હર્ષોઉલ્લાસ સાથે પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દાહોદ જીલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લાના પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ આપવામાં આવી છે. દાહોદ જીલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત જીલ્લાના પોલીસ કર્મચારીઓની એક સાથે 36 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હોય તેમ કહી શકાય.
જેમાં દાહોદ જીલ્લામાં પોલીસમાં ફરજ બજાવતાં 20 અનાર્મ/ આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે આપવામાં આવેલ છે. જ્યારે અનાર્મ/ આર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ છે. આમ, દાહોદ જીલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ જીલ્લા પોલીસને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા સાથે 36 પોલીસ કર્મચારીઓને બઢતીની ભેટ આપી આ શુભ દિવસને અવિસ્મરણીય બનાવવામાં આવતાં દાહોદ જીલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.