દાહોદ,
નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જના ચિરાગ કોરડીયા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ના ઓની સુચના અને માર્ગદર્શન ના આધારે આગામી વિધાનસભા ચૂંટણી 2022 મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈપણ જાતની રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જિલ્લા પોલીસે 26 નવેમ્બર-2022 ના રોજ 24 કલાકમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા 13 ઈસમો વિરૂદ્ધ કલમ 65 ઈ 81,98(2) 116 બી મુજબ ગુના દાખલ કરી મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગરબાડા તાલુકાના મીના ક્યાર ચેકપોસ્ટ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 1128 જેની કિંમત રૂપિયા-1,38,600 તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનની કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ રૂપિયા 3,88,600નો પ્રોહિબિશન મુદ્દા માલ સાથે દારૂની હેરાફેરી કરતાં નરસિંહભાઈ કચરાભાઈ જાતે માવી રહે.નઢેલાવ,પટેલ ફળિયા ઠેકા ઉપરથી માલ ભરી આપનાર તથા મનુભાઈ ઉદેસિંહ જાતે રાઠોડ રહે.કાલિયાવાડ,ખોબરા ફળિયુ તા.ધાનપુર જિલ્લો દાહોદ નાઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં નરસિંહભાઈ કચરાભાઈ માવીની દાહોદ જિલ્લા એસઓજી શાખા દાહોદના અધિકારી કર્મચારીઓને મળેલ બાદમીના આધારે રેડ કરી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જ્યારે ગરબાડા તાલુકાના નીમચ શેખ પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 480 જેની કિંમત રૂા.71,520 નંબર વગરની મોટર સાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો લઈ જઈ રહ્યા હતા અને આ બાબતે એસ.ઓજી શાખા દાહોદ અધિકારી કર્મચારીઓને મળેલ બાતમીના આધારે ઝડપી લેવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
સાગટાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ રૂા.3,144 જેની કિંમત રૂપિયા 3,57,072 તથા ગુનાના ઉપયોગમાં લેવામાં આવેલ વાહન ની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા 7,57,72 નો પ્રોહી મુદ્દા માલ બામરોલી મુવાડા ગામે થી આરોપી નામે કલસીંગભાઇ સુરસીંગભાઇ બારીયા રહે માંડવ તાલુકો દેવગઢ બારીયા જી દાહોદ તથા બોલેરો ગાડી જીજે- 17.બીએ-3682 ના ચાલક ડ્રાઇવરનાઓને પકડી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીને મળેલ બાતમીના આધારે આ કામના આરોપીઓને રેડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
ચોથા પ્રોહીબીશનના કેસમાં ઝાલોદ તાલુકાના ગરાડુ ગામેથી વિદેશી બનાવટના દારૂની બોટલો નંગ 308 જેની કિંમત રૂ 28,560 તથા ગુનાના ઉપયોગમાં લીધેલ વાહનની કિંમત રૂપિયા 25000 મળી કુલ રૂપિયા 53,560 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના આરોપી નામે વિજયભાઈ બાબુભાઈ જાતે ગરાસીયા રહે.ગરાડુ કજેલી ફળિયા તા.ઝાલોદ જી.દાહોદ તથા રમેશભાઇ કીકાભાઈ જાતે મુનિયા રહે. ગરાડુ કચેરી ફળિયા તાલુકો ઝાલોદના ઓની જિલ્લા એલસીબી શાખા દાહોદના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમીના આધારે રેડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જ્યારે પાંચમા પ્રોહિબિશન કેસમાં ભાટ મુવાડી ગામના આરોપી બેન નામે ધારીકાબેન વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ લબાના તા. ફતેપુરા જી.દાહોદના ઓને ત્યાં રેડ કરી ઇંગલિશ દારૂની બોટલ નંગ – 267 જેની કિંમત રૂપિયા 34,510 ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. એલસીબી શાખા દાહોદના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમીના આધારે બલૈયા ગામેથી આ કામના આરોપીબેનને રેડ કરી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
આમ ગેરકાયદેસર પ્રોહિબિશનના કુલ કેસો 38 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના કેશો 12 જેમાં બોટલો નંગ 5759 જેની કિંમત રૂપિયા 6,81,784 તથા ગુનાના કામે વપરાયેલ બંને વાહનની કિંમત રૂા. 6,75,000 તથા દેશી દારૂના કુલ 22 કેસો 107 લિટર જેની કિંમત રૂપિયા 2140 નો દેશી પ્રોહી મુદ્દા માલ પકડી પાડેલ તથા ચાર કેસો પીવાના કરેલ છે. જેમાં કુલ પ્રોહિ મુદ્દામાલ રૂપિયા 13,58,924 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.