દાહોદ જીલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ

  • બીજેપીએ ગઈકાલે મેન્ડેટ જાહેર કરતા આજની ચૂંટણી ઔપચારિક બની રહી.
  • લીમખેડા તાલુકા પંચાયતમાં પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા તાલુકા સભ્યે પક્ષના નેતા તરીકે રાજીનામું ધરતા ખળભળાટ.

દાહોદ, દાહોદ જીલ્લાની 9 તાલુકા પંચાયતો તેમજ જીલ્લા પંચાયતના હોદ્દેદારોના ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ જાહેર કરાતાં કહી ખુશી કહીં ગામ નો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ પાર્ટીના મેન્ડેડ ને સર્વ માન્ય ગણી તમામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં મેન્ડેડમાં જાહેર કરાયેલા હોદ્દેદારો સિવાય અન્ય કોઈએ ઉમેદવારી ફોર્મ ન ભરતા આજે તાલુકા પંચાયત કચેરી તેમાં જીલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણી ઔપચારિક બની જવા પામી હતી. જાહેર કરાયેલા તમામ હોદ્દેદારો બિનહરીફ થતા સર્વાનુંમતે વરણી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂંટાયેલા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી તેમજ એકબીજાને મીઠાઈઓ ખવડાવી આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તો સર્વાનુમતે વરણી થયા બાદ હોદ્દેદારોના સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

લીમખેડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના નેતાએ રાજીનામું ધરતા ખળભળાટ……

ભારતીય જનતા પાર્ટીએ નવું તાલુકા પંચાયત તેમજ એક જીલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની એક દિવસ પહેલા જ મેન્ડેટ જાહેર કરતા ગઈકાલે જાહેર થયેલા હોદ્દેદારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં કહી ખુશી કહીં ગામ નો માહોલ પણ જોવા મળ્યો હતો. આમ, તો તમામ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પાર્ટીનો આદેશ સર્વ માન્ય ગણિ કોઈ અન્ય દ્વારા ઉમેદવારી ન કરતા તમામ બિનહરીફ ચૂંટાયા હતા. પરંતુ લીમખેડા તાલુકા પંચાયતમાં નીનામાની વાવ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા તાલુકા સભ્ય દિનેશ વરસીંગ ડામોરને બીજેપી દ્વારા લીમખેડા તાલુકાના પક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પાર્ટી દ્વારા તેઓને પક્ષના નેતા બનાવ્યા હોવાથી તેઓ નારાજ થયા હતા અને પક્ષના નેતા તરીકે તેઓએ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ શંકર અમલીયારને સંબોધતો રાજીનામુ મોકલી દેતા લીમખેડા ભાજપના રાજકારણમાં ખળભલાટ પછી જવા પામ્યો છે. તાલુકા સભ્ય દિનેશભાઈ વરસીંગભાઇ ડામોરે ભાજપ પ્રમુખ શંકરભાઈ આંમ હલીયાર ને મોકલેલા રાજીનામામાં જણાવ્યુ છે કે જય ભારત ઉપરોક્ત વિષય અવન્યે આપ ને જણાવવાનું કે હું દિનેશ વરસીંગભાઇ ડામોર લીમખેડા તાલુકા પંચાયતના નિનામાની વાવ તાલુકા પંચાયત સીટ પરથી બીજી વખત તાલુકા સભ્ય તરીકે ચૂંટાયેલો અને હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું. પરંતુ તારીખ 13.9.2023 ના રોજ આપ ના આદેશથી મને લીમખેડા તાલુકા પંચાયતના પક્ષના નેતા તરીકે હોદ્દાની જવાબદારી સોંપવામાં આવેલ છે. પરંતુ આ હોદ્દાની મારાથી આ જવાબદારી સંભાળી શકાય તેમ નથી. તો આ હોદ્દા પરથી હું રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે. તારે સઅક્ષર લખાયેલા આ રાજીનામાના પગલે ભાજપના અંદરો અંદર અસંતોષનો ચરૂં કરતો જોવા મળી રહ્યો હોય તેમ લેખાઈ રહ્યું છે.