દાહોદ જીલ્લા પંચાયત હિસાબી શાખા માંથી કોન્ટ્રાકટરોના બીલો નહિ નિકળતા હોળીના તહેવારને છુપો આક્રોશ

દાહોદ,દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે હિસાબી શાખા માંથી કોન્ટ્રાક્ટરોના બીલો નહીં નીકળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હોળી પર્વના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરોનો બિલો નહીં નીકળતા છૂપો આક્રોશ જિલ્લા પંચાયત કચેરીના હિસાબી અધિકારી સામે જોવા મળે તો નવાઈ નહીં.

દાહોદ જિલ્લામાં કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તા સહિતના અનેક કામો કરવામાં આવ્યા હતા. હોળી પર્વ નજીકમાં હોય જેને લઈને કોન્ટ્રાક્ટરોને મજૂરોને પણ રૂપિયા ચૂકવવાના હોય તેવા સમયે જિલ્લા પંચાયત કચેરીના હિસાબી શાખા માંથી કોઈ કારણસર બીલોના ચેક નહીં મળતા કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ચિંતામાં ઘરકાવ થઈ ગયા હતા. જોકે, ઘણાં બધા કોન્ટ્રાક્ટરો ઘણા બધા દિવસોથી પોતાના બિલો વહેલા નીકળે તે માટે હિસાબી શાખાના અધિકારી કાપડીયાને રજૂઆત પણ કરવા સાથે વિનંતી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ હતું. જોકે, હોળી પર્વનું ખાસ મહત્વ આ જિલ્લામાં રહેલું હોય તેવા સમયે ઘણા બધા કોન્ટ્રાક્ટરોના બીલોના ચેક નહીં નીકળતા મજૂરોને પણ કઈ રીતે રૂપિયા ચૂકવવા તે સહિત બીજી અન્ય લોકોને પણ રૂપિયા ચૂકવવાના હોવાથી કોન્ટ્રાક્ટરો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે છૂપો આક્રોશ પણ હિસાબી શાખાના અધિકારી કાપડિયા સામે જોવા મળે તો નવાઈ નહી. કોન્ટ્રાક્ટરોના બિલોની ચુકવણીના ચેક હોળી પર્વના નજીકના દિવસો નહીં મળતા જાગૃત કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆત આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે