દાહોદ જીલ્લા પંચાયતની ચુંટણી માટે બે ફોર્મ ભરાયા : તાલુકા પંચાયત માટે ૯ ઉમેદવારો એ ફોર્મ ભર્યું

દાહોદ,
દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં આજે જિલ્લા પંચાયત માટે કુલ ૭૮ ફોર્મનું વિતરણ થયું હતું. જેમાંથી ૦૨ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતા. ત્યારે તાલુકામા પંચાયતમાંથી આજે ૫૩૭ ફોર્મનું વિતરણ કરાયું હતું અને ૦૯ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું હતું અને દાહોદ અને ઝાલોદ નગરપાલિકામાંથી ૬૪ ફોર્મનું વિતરણ થયું હતું અને કુલ ૦૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ નગર પાલિકા અને ઝાલોદ નગરમાં આ વખતની ચુંટણીનો માહોલ ભારે રસપ્રદ બની રહેશે તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ વખતે અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરતાં લોકોમાં બીજી પાર્ટીઓની કામગીરી પર પણ નજર રાખી રહી છે. સાથે સાથે નવા ચહેરાને તક આપવામાં આવે, તેવો ગણગણાટ પણ જિલ્લાવાસીઓમાં થઈ રહ્યો છે. આવા સમયે હાલ દાહોદ જિલ્લામાં આ તમામ ચુંટણીઓમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડ તેમજ ફોર્મ ભરવાનો સિલસીલો ચાલી રહ્યો છે. આજે જિલ્લા પંચાયતની ગરબાડામાંથી ૦૫ ફઓર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધાનપુરમાંથી ૦૨, લીમખાડમાંથી ૧૨, સીંગવડમાંથી ૦૭, દેવગઢ બારીઆમાંથી ૦૨, ફતેપુરામાંથી ૧૬, ઝાલોદમાંથી ૧૨, દાહોદમાંથી ૨૧ અને સંજેલીમાંથી ૦૧ ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી આજે ૦૨ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતા અને તે ઝાલોદનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતની વાત કરીએ તો આજે ગરબાડાના ૧૧, ધાનપુરના ૧૩. લીમખેડાના ૩૭, સીંગવડના ૧૪, દેવગઢ બારીઆના ૧૨, ફતેપુરાના ૫૬, ઝાલોદના ૬૬, દાહોદના સોૈથી વધુ ૩૦૬ અને સંજેલીના ૨૨ ફોર્મ મળી કુલ આજે ૫૩૭ ફોર્નું વિતરણ થયું હતું જેમાંથી આજે ૦૯ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.

બીજી તરફ દાહોદ અને ઝાલોદ નગરપાલિકાની ચુંટણીનો માહોલ પણ પુરજોશમાં ચાલી રહ્યો છે. દાહોદ અને ઝાલોદ નગરપાલિકામાંથી આજે કુલ ૬૪ ફોર્મનું વિતરણ થયું હતું અને જેંમાંથી ૦૯ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આ પૈકી દાહોદ પાલિકાાંથી ૦૭ અને ઝાલોદ પાલિકામાંથી ૦૨ ઉમેદવારનો સમાવેશ થાય છે.

આમ, અત્યાર સુધી જિલ્લા પંચાયતમાંથી કુલ ૦૬ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં છે. તાલુકા પંચાયતમાંથી કુલ ૪૨ ઉમેદવારો દ્વારા અને દાહોદ અને ઝાલોદ પાલિકામાંથી અત્યાર સુધી કુલ ૧૭ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યાં છે.

બીજી તરફ આજે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માંથી શાંન્તાબેન મહેશભાઈ રાઠોડે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલાએ વોર્ડ નંબર ૦૬માંથી કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. સલમાન શબ્બીરભાઈ સામદ દ્વારા પણ વોર્ડ નંબર ૦૬માંથી કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. લીલાબેન શૈલેષભાઈ કટારાએ વોર્ડ નંબર ૦૭માંથી કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. ફાતેમા યુસુફી પીટોલવાલાએ પણ વોર્ડ નંબર ૦૭માંથી કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું હતું, સફીયુદ્દીન તાહેરભાઈ ખરોદાવાલાએ વોર્ડ નંબર ૦૮માંથી અપક્ષ અને મુનીરા ખુજેમાભાઈએ પણ વોર્ડ નંબર ૦૮માંથી અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું.